દુર્ઘટના:મહુવાના ડીહાઈડ્રેશનમાં અચાનક આગ ભભુકી ઉઠી

મહુવા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના જાદરા પાસે 2 વાગ્યે આગ લાગી
  • ફાયર ‌વિભાગે 4 કલાકની​​​​​​​ કામગીરી બાદ આગને કાબુમાં લીધી, 4 કરોડના નુકસાનનો અંદાજ

મહુવા-સાવરકુંડલા રોડ ઉપર નાના જાદરા નજીક આવેલ બાલાજી ડી-હાઇડ્રેશનમાં આજે બપોરે અચાનક આગ ભભુકી ઉઠતા રૂા.4 કરોડ ઉપરાંતનું નુકશાન થવા પામેલ છે. મહુવા-સાવરકુંડલા રોડ ઉપર નાના જાદરા નજીક આવેલ બાલાજી ડી-હાઇડ્રેશનમાં આજે બપોરે અચાનક આગ ભભુકી ઉઠતા રૂા.4 કરોડ ઉપરાંતનું નુકશાન થવા પામેલ છે.

બાલાજી ડી-હાઇડ્રેશનમાં આજે બપોરના 2 કલાક આસપાસ આગ લાગતા મહુવા નગરપાલીકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયબ્રિગેડના દિપકભાઇ મકવાણા બે ફાયર ફાયટર અને આઠ પાણીના ટેન્કર સાથે ઘટના સ્થળે પહોચી આગ કાબુમાં લેવા પ્રયત્નો શરૂ કરેલ આગ અંદરના ભાગે લસણ પીલાણ વિભાગમાં લાગી હતી.

આથી સાંજે 5:45 કલાકે આગ કાબુમાં આવેલ. આગથી કોઇ માનવજીંદગી જોખમમાં મુકાઇ ન હતી. પરંતું માલ-સામાન અને મશીનરીને ભારે નુકશાન થવા પામેલ છે. આગનું કારણ બહાર આવવા પામેલ નથી. આગથી અંદાજે રૂા. 4 કરોડ ઉપરનું નુકશાન થયૂ઼ હોવાનો પ્રાથમીક અંદાજ મુકવામાં આવી રહ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...