ખેડુતોની સહાનુભુતિ માટે કાર્યક્રમ:મહુવામાં ડુંગળીના નીચા ભાવો કોંગ્રેસના ધરણા-આવેદનપત્ર

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા નિકળ્યા જેવો ઘાટ

તાજેતરમાં મહુવામાં કોંગ્રેસ દ્વારા ડુંગળીના નીચા ભાવો બાબતે ખેડુતોની સહાનુભુતિ માટે ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો તે અંગે ખેતીવાડી ઉત્ત્પન્ન બજાર સમિતિના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસના કાર્યકરો ડુંગળીના નીચા ભાવ માટે રજુઆત કરવામાં ખરેખર મોડા પડયા છે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા દેવા નીકળ્યા હોય તેવો ઘાટ થયો છે.

મહુવા માર્કેટયાર્ડ દ્વારા ગત તા.7-4-22ના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી જેના પ્રતિસાદ રૂપે રાજય સરકારે તા.9-5-22ના કિલો દીઠ રૂ.2ની સહાય જાહેર કરી દીધેલ છે. વિશેષમાં માર્કેટીંગ યાર્ડ ખેડુતોને સીધી સહાય ચુકવી શકે તેવી કોઇ જોગવાઇ કાયદામાં નથી કે તેમને માહિતી અને જ્ઞાન હોવુ જરૂરી છે.

આમ છતા બજાર સમિતિ આપવા માટે સ્વતંત્ર હોય તો પણ આટલુ ભંડોળ કયાંથી કાઢી શકે ? માર્કેટીંગ યાર્ડ પાસે જે ભંડોળ હતુ તેના રૂ.28 કરોડના જરૂરી એવા પ્રાથમિક વિકાસ કાર્યો તા.30-6-2021ના સાધારણ સભામાં મંજુર કરવામાં આવેલ જે બધાજ કામ હાલ કાર્યરત છે અને નજીકના સમયમાં પુરા થશે. મહુવા માર્કેટીંગ યાર્ડ ખેડુતોને સહાય આપવા ધારે તો રૂ.40 કરોડ જેટલી રકમ થાય જે કયાંથી ઉભી કરી શકાય ? ખેડુતોના પ્રશ્નો રજુ કરતા પહેલા ખેડુતોની વિશ્વસનિયતા સંપાદન કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...