મહુવા નગરપાલિકાની અદ્યતન કચેરી માટે અદ્યતન સુવિધાઓ સાથેનું જશવંત મહેતા ભવન અને તેની સાથે દુકાનો અને ઓફિસો તૈયાર કરી નગરપાલિકા માટે કાયમી આવક ઊભી કરવાનું 2009માં ઠરાવવામાં આવેલ જે ભવન આજે 10 વર્ષ વિત્યા છતાં પૂર્ણ થયેલ નથી.
જસવંત મહેતા ભવનનું નિર્માણ કાર્ય તા.13-10-2013ના શરૂ થયુ હતું બાદમાં તા.14-10-2014ના જિલ્લા મેજીસ્ટ્રેટના મનાઈ હુકમથી બંધ છે.નગરપાલિકાએ ઠરાવ કરી છબીલદાસ મહેતા પાર્કિંગ ભવન જશવંત મહેતા ભવન પાસે બનાવવાનું નક્કી કરેલ છે. કાનુની લડત બાદ સ્ટે ઉઠી ગયો અને નવી મંજુરી લઇ નિયમ મુજબ બાંધકામ કરવા હુકમ થયો અને નગરપાલીકાએ પ્રાઇવેટ એન્જીનીયરને આ કામ માટે ઠરાવ પણ કર્યો પરંતું કામ આગળ વધ્યુ નથી.
અધૂરા રહેલા ભવનના કારણે હાલ ભવનનો દુરઉપયોગ થઈ રહ્યો છે. ભવન ખંઢેર બને તે પહેલાં ભવનનું કામ પૂર્ણ કરી કરોડો રૂપિયાનું આંધણ થતું અટકાવવા નગરપાલિકામાં સત્તાઘિશોની ઇચ્છા શક્તિનો અભાવ હોય તેવું લાગે છે.
78,000 ફૂટ બાંધકામ કામગીરી 4-5 વર્ષથી ઠપ્પ
મહુવા નગરપાલિકા હાલના તબ્બકે માત્ર રૂ.25-30 લાખ ખર્ચી કલર,લાઇટ ફીટીંગ, શટર, કોટા સ્ટોન કે લાદી ફીટ કરી જશવંત મહેતા ભવનની 45 દુકાનો તૈયાર કરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.