દારૂની હેરાફેરી ઝડપાઈ:મહુવામાં એલસીબી દારૂ ભરેલી ટ્રક પકડી પાડી; 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બૂટલેગરને શોધવા ચક્રો ગતિમાન કર્યા

મહુવા (ભાવનગર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર એલસીબીએ ક્રાઇમને અટકાવવા માટે મહુવા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સપાટો બોલાવી રહી છે. ત્યારે ગઈ રાત્રિના વિદેશી દારૂ મોટી માત્રામાં ઝડપવામાં આવી હતી. મેજિક વાહનમાં દારૂની હેરાફેરી કરતા બૂડટલેગરને દારૂ સાથે પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બૂટલેગર નાશવામાં સફળ થો હતો. જ્યારે પોલીસે વાહનને ઝડપી પાડી દારૂ સહિત વાહનને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશની બનાવટી વિદેશી દારૂની બોટલ તેમજ મેજિક વાહનને પકડી પાડ્યું હતું. રાત્રિના ચેકિંગ દરમિયાન રોડ પર પસાર થતા મેજિક ટ્રકને અટકાવવામાં આવી હતી અને તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે ડ્રાઇવર તપાસ દરમિયાન જ ફરાર થઈ ચૂક્યો હતો. પોલીસે 2,44,800ના મુદ્દામાલ સાથે મેજિક વાહનને જપ્ત કર્યું છે. હાલ તો પોલીસે બૂટલેગરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે અને મુદ્દામાલ મહુવા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...