મહુવા તાલુકાના ગુંદરણા થી બગડ ડેમ સુધીનો ડામર રસ્તો તાજેતરમાં બનેલ છે આ રોડ સિંચાઇ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે આથી ગુંદરણા થી બગડ ડેમ સુધીનો રસ્તો સાડા ત્રણ કિ.મી નવો બનાવવામાં આવેલ છે. ગુંદરણા થી બગડ ડેમ તરફ જતા પહેલો જ પુલ ખારા નદીનો પુલ આવે છે આ પુલ સાવ જર્જરિત હાલતમાં છે.
ખારા નદીમાંથી ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ આ પુલ પરથી વહે છે આ પુલ જે છે તેવો જ ટેન્ડરમાં આવેલ હતો પરંતુ ગુંદરણા ગામના ખેડૂતો તથા ગુંદરણા ગ્રામ પંચાયત દ્વારા આ પુલને ઊંચો બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી જેને ચાર વર્ષ વીત્યા છતાં બગડ સિંચાઇ વિભાગના અધિકારીએ રજૂઆતને ધ્યાને ન લેતા ખેડૂતોમા રોષની લાગણી ફેલાઇ છે તાજેતરમાં જ બગડ ડેમનો રસ્તો નવો બનાવવામાં આવેલ છે પણ ખારા નદીનો પુલ બાકી રાખ્યો છે પુલ ઉપરનું ગાબડું પુરવા કોઈ કામ થયેલ નથી.
ચોમાસા દરમિયાન આ પુલ પર મોટો પાણીનો પ્રવાહ વહે છે અને ખેડૂતો અને ખેત મજુરોને અને વાહન ચાલકોને ચોમાસા દરમિયાન આ પુલ પરથી જીવને જોખમમાં મૂકીને પસાર થવું પડે છે.ખારા નદીના પુલ પર પુલની વચ્ચે સોંસરવું બખોરૂ પડી ગયેલ છે.માટી નાખીને સંતોષ માન્યો હતો. ચોમાસામાં પહેલા વરસાદમાં જ આ નાળું ધોવાઈ જાય તેવી શક્યતા છે.
આથી આ યોજના ઉપર કોઈ ઉપરી અધિકારી તપાસ કરે અને ખેડૂતો ને પૂરતો ન્યાય મળે તેવી માંગ છે આથી ખારા નદીનો પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી ખેડૂતો અને ખેત મજુરો તથા વાહન ચાલકોની અને ગ્રામજનોની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.