તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો ફેલાવાનો ભય:મહુવામાં નવી ગટરના અધુરા કામથી દુષિત પાણી પીવાનો વારો

મહુવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવામાં નવી ગટર લાઇનના અધુરા કામના કારણે સોસાયટી વિસ્તારમાં પીવાનુ઼ દુષિત પાણી મળી રહ્યું હોય રોગચાળો ફેલાવાનો ભય ઉભો થવા પામેલ છે.

ગટર યોજનાના 1 કિસાન સોસાયટી પાસે અને ગંધારી વાવ પાસે એમ બે પમ્પીંગ સ્ટેશન શરૂ ન થવાના કારણે 38 કરોડ ઉપરાંતનો ખર્ચ કર્યો હોવા છતાં 15 ટકા કામગીરી બાકી હોવાના કારણે 6 વર્ષે પણ નવી ગટર યોજનાની સુવિધા પૂર્ણ રૂપે શરૂ ન થતા અને લોકોએ પોતાની મેળે ગટર લાઇનમાં જોડાણ લઇ લીધુ હોય ગટર લાઇનની કુંડીઓ અને લાઇન ભરાયેલી રહેતી હોય તેની બાજુમાંથી પસાર થતી નળ લાઇનમાં કોઇ પણ જગ્યાએ લીકેજ થવાના કારણે ગટરનું પાણી ભળી જતા સોસાયટી વિસ્તારના ગોકુળનગર-એ, વૃંદાવન પાર્ક, રીન્કુ સોસાયટી, શ્રીનાથજી બંગ્લોઝ – એ-બી-સી વગેરે વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું દુષિત પાણી ભળી જવાના કારણે લોકોને દુષિત પાણી મળી રહ્યું હોય રોગચાળો ફેલાઇ રહ્યો છે. મહુવાના નવા વિસ્તારોને ભુગર્ભ ગટર યોજનાથી જોડવા રૂ.38 કરોડની યોજના 6 વર્ષથી કાર્યરત છતાં હજુ કામ અધુરૂ હોવાને કારણે હવે નગરજનોને ગટરના પ્રશ્નની સાથે પીવાના પાણીનો પ્રશ્ન પણ ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...