ગુજરાતની ધરા પર ભાજપના ધુરંધરો!:મહુવામાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન; મહારાષ્ટ્રના DY CM દેવેન્દ્ર ફડણવીસે ખાસ સભાને સંબોધી

મહુવા (ભાવનગર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી અને તમામ રાજકીય પક્ષોએ પોત પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાતની અંદર ચૂંટણી પ્રચારક તરીકે ઉતારવામાં આવ્યા છે. ત્યારે આજરોજ મહુવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં કાર્યાલયના ઉદઘાટન સાથે સાથે એક સભાનો પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જિલ્લાના આગેવાનો તેમજ તાલુકાના આગેવાનોની ખાસ હાજરી રહી હતી અને ભાજપના તમામ શહેરના કાર્યકરો હાજર રહ્યા હતા.

ભાજપને ભવ્ય જીત અપાવવા માટે અપીલ
આ કાર્યક્રમમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ તેમજ મંત્રી આરસી મકવાણા, ઉમેદવાર શીવા ગોહિલ તેમજ 1500થી 2000 કાર્યકરોની હાજરીમાં સભાનું સંબોધન કરતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પોતાની કટાક્ષ ભાષામાં કોંગ્રેસ તેમજ આપ પર કટાક્ષમાં પ્રહારો કર્યા હતા. સાથે સાથે મહુવાની પ્રજાને ભાજપને મત આપી ભવ્ય જીત અપાવવા માટે અપીલ કરી હતી.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું સંબોધન

  • આ ભારત જોડો યાત્રા નહીં, વિપક્ષને જોડવાની યાત્રા છે.
  • પહેલીવાર ભારત એક વ્યક્તિ સાથે મજબૂતાઈથી ઉભો છે.
  • પહેલા યોજનાઓ તો ગરીબોના નામે બનતી હતી, પણ રૂપિયા તો નેતાઓ પાસે જ જતા
  • આરોગ્ય અને શિક્ષણમાં સારામાં સારું કામ થયું છે.
  • નરેન્દ્ર મોદીના રાજમાં લોકોને મકાન મળ્યા, ગેસના કનેક્શન મળ્યાં
  • રાહુલ ગાંધી પોતાના દાદા-પરદાદા સિવાય કોઈનું પણ નથી માનતા
અન્ય સમાચારો પણ છે...