મહુવામાં ગાંધીબાગ થી વાસીતળાવ સુધીના ભીડ વાળા રોડ ઉપર રોમીયાઓ દ્વારા ચલાવાતા બેફામ વાહનો લોકો માટે જોખમી ભર્યા છે. પોલીસ તંત્ર દ્વારા આવા બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવે તેવી નગરજનોમાં માંગ ઉઠી છે.
શહેરના ગાંધીબાગ રોડ ઉપર રોમીયાઓ ફુલ સ્પીડમાં બુલેટ ચલાવે છે અને તેમાં તેના સાયલેન્સરમાં ફટાકડા ફોડાવે તેવા અવાજ કરાવે છે. આથી બહેનો ગભરાઇને ભયભીત થાય છે જયારે માલઢોર ઉભી બજારે નાશભાગ મચાવે તેવા બનાવો બનવા પામેલ છે. આવા રોમીયાઓને નાથવાની ખાસ જરૂર છે.
રોમીયાઓને નાથવા તહેવારો દરમિયાન વાસીતળાવ થી ગાંધીબાગ સુધી સતત પેટ્રોલીંગ, પોઇન્ટ ટુ પોઇન્ટ અને પગપાળા પેટ્રોલીંગનો બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવવામાં આવે તે જરૂર છે. જે રીતે નાક ઉપર થી માસ્ક નીચે ઉતરી ગયો હોય તો પોલીસ દંડ વસુલે છે તે રીતે ફટાકડા ફોડતા બુલેટ રોમીયાઓને પોલીસ પકડે અને દંડાત્મક કાર્ય હાથ ધરે તેવી તીવ્ર માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે. દિવાળી સુધી તહેવારોની હારમાળા સર્જાશે, આથી આ રોડ ઉપર ભારે ભીડ રહેશે. આથી સતત દિવાળી સુધી આ રોડ ઉપર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી તીવ્ર માંગ ઉભી થવા પામી છે. જેથી કરીને અનિચ્છનીય બનાવ ન બને.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.