તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહુવામાં તંત્રએ આદરેલા રોડના કામ ચોમાસુ આવ્યુ પણ પુરા ન થયા

મહુવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોકળગાયની ગતિએ ચાલતા કામથી કપરી સ્થિતિ
  • 15 જૂન થી ચોમાસુ શરૂ થશે, ખોદેલા ખાડા ભરાશે અને અનેક વાહન ચાલકો હાલાકીનો ભોગ બનશે

મહુવા નગરપાલિકા દ્વારા કુબેરબાગ, ગાંધીબાગ રોડ અને મહાકાળી નગર ડીપી રોડ સી.સી. રોડ બનાવવાનું કામ ફેબ્રુઆરી માસથી ખોરંભે પડેલ છે. કરોડો રૂપીયાના ખર્ચે થતા સી.સી., આર.સી.સી. રોડ બનાવવા ખોદાણ કર્યા પછી કામ ન કરવું, કામ શરૂ કર્યા પછી અધવચ્ચેથી અટકાવવું આવા અધુરા કામ પુન: શરૂ ન કરાવવા નગરપાલિકા ઇજનેર અને ચીફ ઓફિસરની તથા ચુંટાયેલી બોડી નિષ્ફળતાથી ચોમાસામાં નગરજનો હેરાન થાય તે પહેલા અધુરા રોડના કામ પૂર્ણ કરવા નગરજનોમાં માંગ ઉભી થવા પામી છે.

તાઉતે વાવાઝોડા દરમિયાન મહાકાળી ડીપી રોડ પહોળો કરવા ગત ફેબ્રુઆરી માસમાં ખોદાણ કરેલ જેમાં પાણી ભરાયા હતા જેના કારણે બે મોટરકાર ખાડામાં ઉતરી ગઇ હતી. 15 જુન થી ચોમાસુ શરૂ થશે. ખોદેલા ખાડા ભરાશે અને હજુ અકસ્માત થવાની શક્યતા જોવાઇ રહી છે.

આ ઉપરાંત રોડ ઉપર તુટેલા બ્લોક, બેસી ગયેલા બ્લોકથી રોડ, અસમાન અને ઉચા બનાવાયેલા ગતી રોધક(સ્પીડ બ્રેકર), નવા રોડની ન બુરાયેલ સાઇડો, સી.સી., આર.સી.સી. રોડની ખુલ્લી કડ, સ્પીડ બ્રેકર ના બેસીગયેલા બ્લોકથી ઉભા થયેલા ખાડા, રોડની વચ્ચે ઉખડી ગયેલ અને તુટી ગયેલા બ્લોક તેમજ બ્લોકની તુટી ગયેલી હારમાળા પ્રત્યે સત્તાધિશો દ્વારા કોઇ લક્ષ આપવામાં ન આવતા રોડની દુર્દશા જોઇ લોકો ગોકળગાયની ગતિના રોડના કામોથી સારા રોડની આશાએ આજ સુધી અને હવે આગળ પણ જે હેરાનગતિ ભોગવશે તેનો બળાપો કાઢી રહ્યાં છે.

નગરપાલીકા દ્વારા રોડના કામના બીલો ચુકવતા પહેલા રોડનો સર્વે કરવામાં આવે અને જે કંઇ ખામી હોય તે સુધારવા કોન્ટ્રાકટરોને થયેલ કરાર મુજબ હુકમ કરવામાં આવે તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.

શહેરના હાર્દ સમા ગાંધીબાગથી કુબેરબાગ રોડની ભારે દુદર્શા
ગાંધીબાગ થી કુબેરબાગ રોડ મહુવાનો હાર્દ સમાન રોડ છે. આ રોડ ઉપરથી બન્ને બગીચા, તાલુકા પંચાયત કચેરી, કોર્ટ અને વિવિધ હોસ્પિટલમાં તથા શાકમાર્કેટમાં જવા ખુબ જ ટ્રાફીક ધરાવતો રોડ ખોદાણ કર્યા બાદ રોડની એક બાજુ ખોદાણ કરેલી પડી છે. અને બીજી બાજુ અડધામાં આર.સી. સી. કરેલી હાલતમાં ફેબ્રુઆરી માસથી જેમની તેમ છે.

આ બન્ને રોડ પૂર્ણ કરવા નગર સેવકો, નગરપાલિકાના અધિકારીઓ કોઇ રસ દાખવી રહ્યા ન હોય કોન્ટ્રાકટરો મનમાની કરી રહ્યાં છે. જો કોન્ટ્રાકટરને કામ કરવુ ન હોય અને વર્ક ઓર્ડરની શરતોનો ભંગ થતો હોય તો નગરપાલિકાએ પગલા ભરી બીજા કોન્ટ્રાકટરને કામ સોંપી આગામી ચોમાસા પહેલા આ બન્ને રોડનું કામ પૂર્ણ કરવાની માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...