ગૌ પ્રેમીઓનો આત્મવિલોપનનો પ્રયાસ:મહુવામાં ગૌ પ્રેમીઓ સ્કૂલના તાળા તોડી અંદર પ્રવેશ્યા; ઘટનાસ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ખડકાયો

મહુવા (ભાવનગર)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્ર હિન્દુ સંગઠન તેમજ ગૌભક્ત છેલ્લા 2 વર્ષથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં હતા. પરંતુ આંદોલનને પુરી વેદના ન મળતા 19 જેટલા યુવાન જેસર તાલુકાના કરલા ગામની સ્કૂલમાં તાળા તોડી પ્રવેશ કર્યો હતો. સ્કૂલમાં પ્રવેશ કરી અને સ્કૂલને અંદરથી બંધ કરી દીધી હતી. જેને લઈને સ્કૂલનો આજે સંપૂર્ણ અભ્યાસ બંધ રહ્યો હતો. અને આત્મવિલોપનનો પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની તંત્રને જાણ થતા પોલીસ તેમજ મહુવા પ્રાંત અધિકારી અને ફાયર બ્રિગેડ સિહત સમગ્ર કાફલો ખડકાઈ ગયો હતો. અને છેલ્લે પરિણામે સુખદ સમાધાન કરી આંદોલન કરતાને સ્થળ પરથી ખસેડવામાં આવ્યા હતા અને આંદોલન સમેટાઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...