ઠરાવનો અમલ કયારે ?:મહુવામાં સિટી બસ સુવિધા મળે તો રીક્ષાના તગડા ભાડા ચુકવવા ન પડે

મહુવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે દિવસે સોસાયટી વિસ્તારોમાં વધતી જતી વસતિ
  • મેજીક વાહન દ્વારા સિટી બસ જેવી જ વ્યવસ્થા ઉભી કરવા કરાયેલા ઠરાવનો અમલ કયારે ?

મહુવા શહેરનો વિસ્તાર વધવાના કારણે શહેરીજનોને સોસાયટી વિસ્તારમાંથી શહેરના જૂના ગામતળમાં આવવા-જવા માટે રીક્ષા ભાડામાં થતી લુંટથી ત્રાસી ગયા હોય લોકોમાં સીટી બસની સુવિધા પુન: શરૂ કરવા પ્રબળ માંગ ઉભી થવા પામી છે.મહુવામાં રીક્ષા ચાલકો હાલના તબક્કે મીનીમમ રીક્ષા ભાડું રૂ 30 થી 50 રૂપિયા વસુલી રહ્યા છે. આ મોંધવારીમાં આવુ ઉંચુ ભાડુ લોકોને પોસાય તેવું ન હોય આથી રીક્ષા ભાડાના ખર્ચની બચત તથા સમુહ યાતાયાતના ઉપયોગથી પર્યાવરણનું રક્ષણ કરવા અને કિંમતી ખનીજતેલ બચાવવા મહુવામાં પૂર્વવત સીટી બસની સેવા શરૂ કરવાની જરૂરીયાત ઉભી થવા પામી છે.

મહુવાના શહેરીજનોને સીટી બસનો લાભ મળે તે માટે મેજીક જેવા વાહનો દ્વારા સીટી બસની સેવા શરૂ કરવાના નિર્ણય ગઇ ટ્રમમાં લેવામાં આવેલ પરંતુ તેની અમલવારી આજ દિન સુધી થયેલ નથી. આ સુવિધા વહેલી તકે શરૂ કરવાની નૈતિક જવાબદારી સત્તાધીશોની બને છે. વળી આ સેવા રૂ. 5 ના દરે જ આપવામાં આવે તેવી માંગ સાથે આ સુવિધાની અમલવારી વહેલી તકે શરૂ થાય તેવી ઇચ્છા નગરજનોમાં પ્રબળ બની છે.

5 વર્ષથી કોન્ટ્રાકટ પધ્ધતીએ વાહન ચલાવવાનો ઠરાવ અગાઉ કરાયો હતો
નગરપાલિકાએ શહેરના જુના ગામમાના સાંકડા રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ ન થાય અને શહેરીજનોને સીટી બસ જેવી સુવિધા શહેર ફરતી સોસાયટી વિસ્તારોથી ગાંધીબાગ, ખાદીભંડાર, મેઘદુત, બગીચા ચોક, ભાદ્રોડ ઝાપા, નવા ઝાપા, ખાર ઝાપા, બારપરા, જનતા પ્લોટ, વીણા સારંગી તેમજ એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સુધી પ્રાપ્ત થાય તે માટે 5 વર્ષની કોન્ટ્રાકટ પ્રદ્ધતિથી મેજીક વાહન ચલાવવાનો કોન્ટ્રાકટ આપવાનું ઠરાવેલ છે અને આ માટે ઠેકેદારોને આમંત્રિત કરવામાં આવેલ હતા પરંતુ કોઇ ઠેકેદાર આજ દિન સુધી આગળ આવેલ નથી.

અન્ય સમાચારો પણ છે...