બોધ:પ્રભુમાં જો ઇચ્છા ભાવ પ્રગટ કરવો હોય તો ગોપીભાવ આવવો જોઇએ : મોરારિ બાપુ

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પીઠોરીયા હનુમાનજી સનમુખ ચાલી રહેલી માનસ સમરથ રામ કથાના આજે અંતિમ અને નવમાં દિવસે પૂ.મોરારી બાપુ દ્વારા ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં ટીવી અને યુટયુબના માધ્યમથી શ્રોતાજનો ને રામકથાનું રસપાન કરાવ્યું હતુ. પરિવારમાં સ્વતંત્ર થવાય પણ સ્વચ્છદ ના થવાય. સ્વાધીનતા આપણો જન્મ સિદ્ધ અધિકાર છે. પરમાત્મા સ્વતંત્ર છે. મા-બાપ અને ગુરૂ પણ એક આપણા હૃદયમાં સ્થાન છે. તેમની સામે સ્વતંત્ર બનો પણ સ્વછંદી નહી.

ભગવાન શિવમાં સમર્થ છે પણ ઇચ્છાઓ નથી અને આપણા જેવા મનુષ્યોમાં ઇચ્છાઓ ઘણી છે. પણ સામર્થ નથી. પરમાત્મામાં ઇચ્છા પ્રગટ થાય તેના માટે ગોપી ભાવ, આંસુ, દર્દ લાવવુ પડે છે. કૃષ્ણના મનમાં કોઇ કામના નથી, ઇચ્છા નથ પણ ગોપીઓના ત્યાગ અને પ્રેમ છે. કૃષ્ણમાં મન પ્રગટ ના થયુ હોત તો રાસલીલા ના થઇ હોત. પ્રભુમાં જો ઇચ્છા ભાવ પ્રગટ કરવો હોય તો ગોપીભાવ આવવો જોઇએ. ગોપીઓમાં સમર્પણ ભાવ ગજબ છે. નરસિંહ મહેતાના કરતાલ એ દામોદરના મનમાં ઇચ્છા પ્રગટ કરી છે. નવમા દિવસની રામકથાના અંતિમ દિવસે પૂ.બાપુએ વિવિધ રસપ્રદ પ્રસંગોને લઇ રામકથાને વિરામ આપવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...