માંગ:મહુવાને હવાઇ સુવિધા મળે તો ઔદ્યોગીક વિકાસમાં ગતિ આવે

મહુવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગળી,હિરા ઉદ્યોગથી મહુવાને સુરત,મુંબઇ સાથે ઘરોબો
  • ભાવનગર સહિત અનેક શહેરોમાં નાના વિમાનો દ્વારા સુવિધા શરૂ કરાઇ છે

મહુવાના વિકાસ માટે આંતર રાજ્ય હવાઇ સેવાની સુવિદ્યા ઉભી કરવા માંગ ઉઠી છે. જો મહુવાને હવાઇ માર્ગે જોડવામાં આવે તો ઉદ્યોગો સહિત અનેકરીતે મહુવા તાલુકો વિકાસની ગતિ પકડે. તાજેતરમાં સુરતથી ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જેવા મથકો માટે સામાન્ય દરે નાના વિમાનો દ્વારા સેવા શરૂ કરવામાં આવેલ છે તેવી સેવા જિલ્લા કક્ષાના મહુવા શહેરના વિકાસ માટે મહુવામાં હવાઇ માર્ગે સુવિધા પ્રાપ્ત થાય તો મહુવાના ઉદ્યોગોનો સારો એવો વિકાસ થઇ શકે એમ છે.

મહુવામાં ઓનિયન ડિહાઇડ્રેશન ઉદ્યોગના વિકાસના કારણે મહુવા ઓનિયન અને અન્ય ખેતપેદાશના ડિહાઇડ્રેશન નિકાસના વેપારમાં વિશ્વનું હબ બન્યુ છે તેમજ મહુવાનો હિરા ઉદ્યોગ સુરત સાથે જોડાયેલો હોય તેમજ મહુવા પાસેના પીપાવાવ પોર્ટ ખાતે આવેલ વિવિધ કંપનીઓના અધિકારી,કર્મચારી અને ઝડપથી દેશના વિવિધ વિસ્તારોમાં જવાનુ થતુ હોય આથી મહુવાના વિકાસને તેમની ચરમસીમા સુધી પહોંચાડવા મહુવામાં હવાઇ સુવિધા સુવિધા પ્રાપ્ત થાય તેવી માંગ ઉભી થવા પામી છે.

ઓનિયન ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં મહુવા હબ બન્યું છે. વિશ્વના મોટા ભાગના દેશો સાથે ડિહાઇડ્રેશન ઓનિયનના વેપારમાં મહુવા નંબર વન સાબિત થયું છે. હજ્જારો બાયરો મહુવા આવતા-જા હોય છે. મહુવા અને પીપાવાવ પોર્ટના ઉદ્યોગપતિઓને મુંબઇ જવા-આવવા તેમજ સુરત સાથે સંકળાયેલા હિરા ઉદ્યોગના હજારો લોકો માટે સુરત જવા-આવવા રોડ અને રેલ્વે વાહન વ્યવહારમાં લાંબો સમય વેડફાય છે આથી ઉદ્યોગપતિઓ અને હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં મહુવાના ઉદ્યોગના વિકાસ માટે આંતર રાજ્ય હવાઇ સેવા સુવિદ્યા ઉભી કરવા માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...