મોટી દુર્ઘટના ટળી:મહુવા-સાવરકુંડલા રોડ પર આઈસર-બોલેરો સામસામે ટકરાયાં; બોલેરોના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો; ડ્રાઈવરને સામાન્ય ઈજા

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા તરફથી ઝડપે ચાલી આવતી ટાટા આઇસર ગાડી જે સાવરકુંડલા તરફ જઈ રહી હતી, ત્યારે સાવરકુંડલા તરફથી આવતું બોલેરો પીકઅપ વાહન બંને સામસામે સાવરકુંડલાના રોડ પાસે આશરાણા ચોકડી પાસે અથડાયાં હતાં. જો કે સમગ્ર ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી. ધડાકાભેર સામસામે વાહનો ટકરાતાં આજુબાજુના ખેતરમાં કામ કરતા મજૂરો રોડ ઉપર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

બોલેરોના ડ્રાઇવરને સામાન્ય એવી ઇજા થવા પામી
જો કે બંને વાહનો ભટકાતાં બંને વાહનોમાં પેસેન્જર ન હોવાના કારણે પીકઅપ બોલેરોના ડ્રાઇવરને સામાન્ય એવી ઇજા થવા પામી હતી. જેને સારવાર માટે મહુવા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં બોલેરો પીકઅપનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ચૂક્યો હતો અને રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...