મનમાની:મહુવાના માર્ગો પર આડેધડ - મહાકાય સ્પીડબ્રેકરોથી વાહન ચાલકો ત્રાહિમામ

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયત માપ વગરના હાઈલાઈટર કર્યા વગરના અસંખ્ય બમ્પ
  • RCC રોડમાં 100-150 ફુટના અંતરે સ્પીડ બ્રેકરો માથાનો દુ:ખાવો

મહુવા શહેરના માર્ગો ઉપર માત્રને માત્ર 100-150 ફુટના અંતરે મહાકાય સ્પીડબ્રેકરો ખડકી દેવામાં આવતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે તથા રોડની વચ્ચે અને બન્ને સાઇડમાં કટ પડી જવાના કારણે વાહનચાલકો વારંવાર પડવાના બનાવો બનવા પામે છે. શહેરીજનો શહેરમાં ગમે ત્યારે રોડ ઉપર પસાર થાય ત્યારે આખલા સમા અણઘણ રીતે બનાવેલા સ્પીડબ્રેકર વાહનનના સાયલન્સર અને એન્જીન સુધી અચાનક જ અથડાય જાય છે અને વાહનચાલક પોતાના મુકામે પહોંચવાના બદલે હોસ્પિટલમાં પહોચી જવાના બનાવો બની રહ્યાં છે.

શહેરમાં સ્પીડબ્રેકર ચાર રસ્તા, શાળા-કોલેજ, હોસ્પિટલ અને ભીડ વાળી જગ્યામાં આવશ્યક છે પરંતુ ચોક્કસ સ્થળે અને તે પણ નિતી નીયમની બહારતો નહી જ. મહુવા શહેરમાં બનાવવામાં આવેલ આર.સી.સી. રોડમાં 100-150 ફુટના અંતરે સ્પીડ બ્રેકર મુકવામાં આવેલ હોય લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્પીડબ્રેકરને નીયમ અનુસારના માપના યોગ્ય ઉંચાઇ અને પહોળાયના બનાવી હાઈલાઈટર કરવાની માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.

કારણ કે, માપસાઈઝ વગરના મોટા ટેકરા જેવા સ્પીડબ્રેકરને કારણે નગરજનોને કમરના મણકાના દુ:ખાવા થવા લાગ્યા છે. મહુવા શહેરના રોડ ઉપર નિયત માપ વગરના હાઈલાઈટર કર્યા વગરના ઢગલાબંઘ રીતે ખડકી દેવાયેલા ગેરકાયદેસર સ્પીડબ્રેકર આપતકાલ સેવા 108 અને એમ્બયુલન્સને પણ બાધારૂપ બની રહ્યાં છે.

વાહન સ્લીપ થવાના અને ઇજાના અનેક બનાવો
આર.સી.સી. રોડની વચ્ચે તથા બન્ને સાઇડમાં ચોમાસાના વરસાદના કારણે કટ પડવાથી તથા રોડની સાઇડમાં ખોદાણના કારણે બ્લોક નિકળી જવાથી અને રસ્તા વચ્ચેના બ્લોક પણ ધોવાણ થઇ જવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને મોટર સાયકલ સ્લીપ થવાના કારણે નાની મોટી ઇજા તથા ફેક્ચર થવાના બનાવો બની રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...