ગમખ્વાર અકસ્માતમાં બેના મોત:ભાવનગર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર; અકસ્માતના કારણે રોડ પર થોડીવારમાં જ ટ્રાફિક જામ

મહુવા (ભાવનગર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવાથી ભાવનગર જતા નેશનલ હાઇવે નંબર 8 પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ચારથી પાંચ વાગ્યાની સમયગાળામાં આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતા. અકસ્માતના કારણે રોડ પર થોડીવારમાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે આવીને મામલો સંભાળ્યો હતો અને ટ્રાફિક દૂર કર્યો હતો.

અકસ્માતમાં બંને બાઈક સવારનું મોત નીપજ્યું હતું. એક બાઈક સવાર મકવાણાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે બીજા બાઈક સવાર ચાવડા અરજણભાઈનું મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હોળીની ખરીદી કરીને ગામડે જતાં બે ભાઈઓનું રોડ પર જ મોત થતા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. ટ્રકના પાછલા ટાયરમાં આવી જતા બેમાંથી એકનું ત્યાં જ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...