ભાવનગર જિલ્લામાં હજી ચોમાસાનો આરંભ થાય તેવા કોઇ અણસાર નથી ત્યારે પ્રિ-મોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે છૂટાછવાયા વરસાદી ઝાપટા ભાવનગર જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી વરસી રહ્યાં છે. જો કે હજી ચોમાસાના આરંભના કોઇ એંધાણ મળતા નથી. આજે બગદાણામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. મહુવા શહેર અને તાલુકામાં આજે વરસાદી વાતાવરણ ઉભુ થયેલ વાદળોની તડકા છાયાની રમત વચ્ચે બગદાણામાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બગદાણામાં ભીમ અગિયારસના પર્વે મેઘરાજાએ ટાણુ સાચવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી વળી હતી.
પવન સાથે હળવા વરસાદની આગાહી
ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તા.12 અને 13 જૂન, બે દિવસ માટે પવન સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર ઉપરાંત બોટાદ, રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં હળવા અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.