નિંભર તંત્ર:મહુવામાં સફાઇના અભાવે કચરાના ઢગના : રોગચાળાની ફેલાવાનીદહેશત

મહુવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદકી, જયાં ત્યાં ઉકરડાથી માખી-મચ્છરનો ઉપદ્રવ
  • 200 જેટલા સફાઇ કામદારો છતાં નગરજનોના આરોગ્ય માટે પગલા નહીં

મહુવામાં કાદવ કિચડ તથા કચરાના ઢગના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે અને આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે નહી તે માટે કાદવ-કીચડ દુર કરવા અને સફાઇ ઝુંબેશ હાથ ધરવા તથા નિયમિત પણે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે.

મહુવા નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર તથા નગરસેવકો દ્વારા નગરપાલિકાના સેનીટેશન વિભાગને સુચના આપતા વોર્ડ વાઇઝ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. વાદળછાયા વાતાવરણ, સુર્યપ્રકાશનો અભાવ, ભારે અને ઝરમર વરસાદ, સફાઇનો અભાવ અને જંતુ નાશક દવાના છંટકાવના અભાવના કારણે ઠેર ઠેર ઉભા થયેલ કાદવ કીચડની અને ઉકરડાની ગંદકી વરસાદના પાણીના નિકાલ ન થવાના કારણે ઠેર ઠેર ભરેલા ખાબોચીયાથી મહુવા શહેરમાં મચ્છર અને જીવજંતુનો ત્રાસ વધી ગયો છે

આથી નગરપાલિકાએ સફાઇ ઝુંબેશ હાથ ઘરવાની જરૂરીયાત ઉભી થવા પામી છે. થોડા સમય પહેલા હોસ્પિટલમાં દરરોજ સરાસરી 600 થી 700 દર્દીઓની ઓપીડી ચાલતી હતી જે વધીને 1000 થી 1200ની બનવા પામેલ છે. મહુવા નગરપાલિકા દ્વારા મહુવા શહેરમાં દરરોજ 27-28 ટન કચરો ઉપાડવાની જરૂરીયાત છે. નગરપાલિકા દ્વારા ચાર ટ્રેકટર અને એક જેસીબી દ્વારા કચરો ઉપાડવામાં આવે છે તેમ છતાં 50 ટકા જેટલો કચરો લેવાનો બાકી રહી જાય.

સફાઇ માટે પુરતો સ્ટાફ પણ સફાઇનો અભાવ
નગરપાલીકા પાસે 100 જેટલા કાયમી, રોજમદાર અને ફીકસ પગારી સફાઇ કામદારો અને કોન્ટ્રાકટરના 97 મળી કુલ 197 કામદારો મહુવાના 12વોર્ડની સફાઇ કરે છે તેમ છતાં સઘન સફાઇ ઝુંબેશ ઉપાડવાની જરૂર છે. મહુવાની આરોગ્ય કચેરી અને શૈક્ષણીક સંસ્થા સામે કચરાના ઢગલા હોય તો બીજી જગ્યાની વાત જ કયા રહી. જો આરોગ્ય કચેરીની આજુબાજુ જ સાફ સફાઈ નથી તો શહેરના અન્ય સ્થળોની હાલતની તો વાત જ ક્યાં કરવી? વરસાદને કારણે ઠેરઠેર ગંદકીના ઠગલા જોવા મળ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ ગંદકી ક્યારે દૂર કરવામાં આવશે ?

અન્ય સમાચારો પણ છે...