તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજુરી:મહુવા પાલીકાની મળેલી સભામાં કમિટીઓની રચના

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 સમિતિ અને 6 સંસ્થાના પ્રતિનિધિને બહાલી
  • વિપક્ષની ગેરહાજરીમાં 26 એજન્ડાઓને સર્વાનુમતે મંજુરીની મહોર મરાઇ

મહુવા નગરપાલિકાની જનરલ સભા વિપક્ષની ગેરહાજરીમાં આજે સાંજે નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ ગીતાબેન રમેશભાઇ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભાનું સંચાલન સંજયભાઇ બારોટે કરેલ.જનરલ સભાએ 26 એજન્ડાઓ સર્વાનુમતે મંજુર કરેલ અને નગરપાલિકાએ વિવિધ કમિટીઓને બહાલી આપવામાં આવેલ.

મહુવા નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પદે યાજ્ઞિકભાઇ મહેતા, ડે.બોર્ડ અને બાંધકામ સમિતિના ચેરમેનપદે કિશોરભાઇ મકવાણા, સેનીટેશન સમિતિના ચેરમેન પદે ખેતાભાઇ સિંધુ, ગર્વમેન્ટ પ્રોજેકટ સમિતિના ચેરમેન પદે મંગળભાઇ ચૌહાણ, લાઇટીંગ સમિતિના ચેરમેન પદે સુનીલભાઇ મકવાણા, દબાણ સમિતિના ચેરમેનપદે રાજાભાઇ પરમાર, ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેનપદે ભરતભાઇ બાંભણીયા, વોટરવર્કસ સમિતિના ચેરમેન જાગૃતિબેન મહેતા, ગેરેજ સમિતિના ચેરમેન બ્રિજેશભાઇ મકવાણા, ટેક્સ સમિતિ અને દંડકના ચેરેમન ઔનઅલી ગોંડલીયા, ગાર્ડન સમિતિના ચેરમેન કિરણભાઇ રાઠોડ સહિત વિવિધ 25 સમિતિ અને વિવિધ 6 સંસ્થાના પ્રતિનિધિને બહાલી આપવામાં આવેલ.

જનરલ સભામાં શાસક પક્ષના 24 સભ્યો હાજર રહ્યાં હતા જયારે કોંગ્રેસ પક્ષના 7 અને મહુવા વિકાસ સમિતના 5 સભ્યો મળી કુલ 12 વિપક્ષના સભ્યો ગેરહાજર રહ્યાં હતા. આમ વિપક્ષના સભ્યો વગર જ સભામાં કમિટીઓની રચના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...