તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં આજે ગ્લેશિયર ઓગળવાને કારણે તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પૂજ્ય મોરારિબાપુ દ્વારા આ ઘટનામાં માર્યા ગયેલા તમામ હતભાગીઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે આ રાશી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે.
હાલમાં ટ્રસ્ટ દ્વારા આ બનાવની વિગતો મેળવવામાં આવી રહી છે. મૃતકોની જે સંખ્યા થશે તે મુજબની સહાયતા રાશી પહોંચાડવામાં આવશે.આ દુ:ખદ ઘટનામાં જેમને પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે મોરારિબાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો તરફ સંવેદનાઓ પ્રગટ કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.