લઠ્ઠાકાંડ પછી પોલીસ જાગી:લઠ્ઠાકાંડને લઈને આખરે મહુવા પોલીસ હરકતમાં, પાંચ-સાત બુટલેગરોને ત્યાં તપાસ હાથ ધરી દારૂના જથ્થાનો નાશ કર્યો

મહુવા (ભાવનગર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકલ પોલીસે પાંચ સાત દારૂના બુટલેગરોને ત્યાં તપાસ કરી

સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા લઠ્ઠાકાંડને ધ્યાનમાં રાખીને મહુવા પોલીસ સ્ટેશનની લોકલ પોલીસે આજે દારૂ વેચતા બુટલેગરોને ત્યાં ચેકિંગ હાથ ધરી દરોડા પાડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં વહેંચાતો દેશી દારૂ દારૂબંધીના ધજીયા ઉડાડી રહ્યો હતો, ત્યારે તાજેતરમાં બનેલી ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે.

પોલીસે પાંચ સાત દારૂના બુટલેગરોને ત્યાં તપાસ કરી
બોટાદ તેમજ વડવાળામાં હાલમાં બનેલા લઠ્ઠાકાંડમાં ઘણા બધા માણસોના મૃત્યુ થયા છે. અન્ય કેટલાયે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં આજે મહુવાની પોલીસની ઊંઘ ઊડી હતી. જેમાં લોકલ પોલીસે પાંચ સાત દારૂના બુટલેગરોને ત્યાં તપાસ કરી હતી અને દારૂના જથ્થાનો નાશ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...