મુશ્કેલી:બગડ ડેમના પાળાનું ધોવાણ થતા જળ હોનારતની દહેશત ફેલાઇ

ગુંદરણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં નહી આવે તો લોકો મુશ્કેલીમાં મુકાશે
  • ​​​​​​​પાળાની માટી નિકળી ગઇ છે અને પાળો તૂટે તો દુર્ઘટના સર્જાઇ શકે

મહુવા તાલુકાના ગુંદરણા પાસે આવેલ બગડ ડેમમાં ડાબા કાઠાના માટીના પાળામાં વરસાદના પાણીથી માટીના પાળાનું ધોવાણ થતા સમઢીયાળા ગામના સરપંચ તથા ગામ લોકો તથા સ્થાનિક ખેડૂતો એકઠા થયા અને વાર્ષિક જંગલ કટીંગ કામમાં બગડ ડેમના ડાબા કાંઠાના માટીના પાળા ઉપરથી એકથી દોઢ ફૂટ માટી કાઢી નાખી છે પાળા ઉપર માટી ચડાવવાની હોય છે જેના બદલે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના બેદરકારીના લીધે માટી કાઢવામાં આવી છે આથી ખેડૂતોમાં રોશની લાગણી ફેલાય છે.

સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોનો આક્ષેપ છે કે જે પાળા પરથી માટી લીધી છે તેથી જ પાળાનું ધોવાણ થાય છે. અને ડાબા કાંઠાના પાળા ઉપર જંગલ કટીંગ કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતું જ નથી. સિંચાઈ વિભાગના અધિકારીઓના બેદરકારીઓના લીધે અમે લોકો જો પાળો તૂટે તો સુતા તણાઈ જાય તેમ છે.

ગામના સરપંચ અમરૂભાઈ તથા સ્થાનિક ખેડૂત માયાભાઈ તથા અન્ય ખેડૂતોનું કહેવું છે કે અધિકારીઓના લીધે કોન્ટ્રાક્ટર કામ કરતા જ નથી અને જંગલ કટીંગનું બિલ પૂરેપૂરું ચુકવાય છે તેવો આક્ષેપ છે આથી આ પાળા ઉપર બાવળોના મોટા મોટા જૂડના કારણે બાવળોના મૂળ માટીમાં જવા લાગ્યા છે જેથી આ પાળાનું અવારનવાર જગ્યાએથી ધોવાણ થઈ રહ્યું છે.

આ અધિકારીઓએ માટીના પાળા ઉપરથી પથ્થરોનો પણ ખસેડો કરેલ છે અને જેના કારણે માટીના પાળાનું ધોવાણ થઈ રહ્યું છે આથી નીચાણવાળા ગામ લોકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે. અનેક રજૂઆત કરવા છતાં બગડ ડેમના અધિકારીઓ એક પણ રજૂઆતનો નિકાલ કરતા નથી. આથી સ્થાનિક લોકોમાં તથા ખેડૂતોમાં અને સમઢીયાળા પટ્ટીના સરપંચ અમરૂભાઈની માંગ છે કે તાત્કાલિક પણે આ કામ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...