દહેશત:મહુવાની સ્લમ વસાહતમાં જીવલેણ દુર્ઘટનાની દહેશત

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્જરિત વસાહતમાં તત્કાલ સમારકામ કરવું આવશ્યક

મહુવા શહેરમાં નગરપાલિકાની 1963 અને 1972માં બનેલી 50-60વર્ષ જૂની સ્લમ વસાહત આવેલી છે આ વસાહતના મોટા ભાગનાં મકાનો જીર્ણ-ક્ષિણ થઈ ગયાં હોય ગમે તે સમયે મોટી દુર્ઘટના ઘટે તેવી પૂરેપૂરી શકયતા છે ત્યારે આ વસાહતનો તત્કાળ જિર્ણોધ્ધાર હાથ ધરવાની માગ વસાહતીઓ દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે.

મહુવા શહેરમાં કોલેજ પાસે અને જનતા પ્લોટ વિસ્તારમાં જૂનું બાંધકામ ધરાવે છે 60 ટકા બિલ્ડીંગ અત્યંત જર્જરિત અને “ભાક્ષી” બની ગયેલાં મકાનોમાં લોકો વસવાટ કરે છે. અહીં વસતી જનસંખ્યા મધ્યમ વર્ગના પરિવારોની છે વસાહતની સમય-સમયાંતરે કોઈ જ દરકાર ન લેતાં આ મકાનોની હાલત જર્જરીત હાલત થઈ જવા પામી છે. વસાહતમાં રહેતા અને ટંકનું લાવી ટંકનુ ખાતાં ગરીબ પરિવારો પાસે ન્યાયની માંગ કરવાનો પણ સમય ન હતો પરિણામે આ સમસ્યાએ આજે અતિ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

હાલમાં વસાહતીઓ જે મકાનમાં રહે છે એ મોટાભાગના મકાનોમાં ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે વર્ષો જુના મકાનોના સમગ્ર સ્ટ્રક્ચર ખળભળી ગયાં છે અને અવારનવાર મકાનો માથી ગાબડાં પડે છે જેમાં લોકો ને નાનીમોટી ગંભીર ઈજાઓ પણ થાય છે આ સમસ્યાને લઈને સ્થાનિકોએ નગરપાલિકા, નગરસેવકો, ચીફ ઓફિસર સહિતનાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. બીજી તરફ ભાડું નગરપાલિકા વસુલી રહી છે !પરંતુ વસાહતોના રિપેરીંગ અંગે હાથ ઊંચા કરી દે છે !હાલમાં અનેક પરિવારો પર મકાનો ગમે તે ઘડીએ તૂટી પડે એવી પ્રબળ સંભાવના છે ત્યારે આ અંગે સત્તાધીશો સ્લમ વસાહત ના મકાનો સત્વરે રિપેર કરાવી લોકોને ભયમુક્ત કરે એવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

થોડા સમય પહેલા મહુવાના મુંબઇ સ્થિત એક દરિયાદીલ બિલ્ડરે મહુવાના ગાંધી વસાહતના 11 સ્લમ બિલ્ડીંગને રી-ડેવલપમેન્ટ માટે નગરપાલિકા સાથે વાત કરેલ અને આયોજન ઘડેલુ. બ્લોક ન બને ત્યાં સુધી આ લોકોને અન્યત્ર ભાડે રહેવા માટે માસિક રૂ.4,000 સુધીનું ભાડું પણ આપવાની ચર્ચા માટે મીટીંગો પણ યોજેલ પરંતું અમુક લોકોએ સહકાર ન આપતા દરિયાદીલ બિલ્ડરનો મહુવાના સ્લમને રી-ડેવલપમેન્ટ કરવાનો ઉમદા હેતું સફળ ન થયો. જે સફળ કરાવવામાં આવે તો સ્લમધારકોને ફાયદો થાય અને નગરપાલિકા જવાબદારીમાંથી મુક્ત થાય અને આ રીડેવલપમેન્ટ વારા ફરતી તમામ સ્લમનો સમાવેશ કરવામાં આવે તો ભાડુઆતો માલીક બની શકે.

અનેક રજૂઆત છતાં કોઇ પરિણામ નહીં
નગરપાલિકામાં અનેક વખત રજુઆત કરવા છતાં હજુ સુધી કોઇ રિપેરીંગ ન થતા અમોને જર્જરિત બિલ્ડીંગમાં રહેવું પડી રહ્યું છે. > જીજ્ઞેશ બાબુભાઈ સાખટ

રિપરિંગના આદેશ આવી ગયા છે
ગઇ કાલે ખુણો ખભળી ગયેલ સ્લમની ફરિયાદ આવતા તેને ટેકા ઉભાકરી રીપેરીંગ કરવા આદેશો આપવામં આવેલ છે. > હસમુખભાઇ બોરડ, ચીફ ઓફિસર, મહુવા નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...