માગ:મહુવાના સોસાયટી વિસ્તારના 25000 લોકોને મળે સુવિધાઓ

મહુવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિમાંકન વધારવા ખરેખર પ્રયત્નો કરાય તો
  • 2005માં દરખાસ્ત ઠરાવ સાથે સરકારમાં મોકલી હતી પરંતુ હજુ સુધી આ નિર્ણય નહીં

મહુવા નગરપાલિકા દ્વારા મહુવાનું સિમાંકન વધારવા વહેલીતકે ઠરાવ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ મહુવાની આસપાસ ઓ.જી. વિસ્તારમાં વસવાટ કરી રહેલ નાગરિકોમાં ઉભી થવા પામી છે. મહુવા નગરપાલિકાએ સને 2001ની વસ્તી ગણતરીના આધારે સન 2005માં મહુવાનો વિસ્તાર(સીમા) વધારવાની દરખાસ્ત ઠરાવ સાથે સરકારમાં મોકલી હતી પરંતુ આ સિમાંકન અંગે કોઇ નિર્ણય થયો ન હતો.

મહુવાની આસપાસ મહુવાને અડીને આવેલા કિસાન સોસાયટી, જનક સોસાયટી, ફાતિમા સોસાયટી, નઝફ સોસાયટી, સ્વામી નારાયણ નગર, વિદ્યાનગર, મેમણ કોલોની, જાફરી સ્કૂલ, જી.આઇ.ડી.સી. નેસવડ, હનુમંત હોસ્પિટલ, સેન્ટ થોમસ સ્કૂલ, રીજન્સી મેગાસીટી, ભવાની નગર, ઉમણીયાવદરની નળ, નવપુલ બાજુમાં નદીની બાજુના વિસ્તારને મહુવાની સીમામાં ભેળવવામાં આવે અને મહુવાની હદનો વિસ્તાર કરવામાં આવે તો આ વિસ્તારમાં વસવાટ કરતાં અંદાજે 25 હજાર જેટલા રહીશોને પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી માંગ તીવ્ર બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...