મહુવા એસ.ટી. ડેપો એક વખતનો એ ગ્રેડનો ડેપો સી-ગ્રેડનો બની ગયો છે.જીલ્લામાં સૌથી વધુ નફો કરાવતા મહુવાના એસ.ટી. ડેપો સાથે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોય મહુવા ડેપોમાં ફરજ ઉપર મુકવામાં આવતા કર્મચારીઓ માટે આ સજાનુ સ્થળ હોય તેવુ વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ છે.
મહુવા એસ.ટી. ડેપો દ્વારા મુસાફરોની માંગ મુજબ મહુવાથી અમદાવાદ, ગાંધીનગર, અંબાજી, સુરત, વડોદરા, મુંબઇ, રાજકોટ, જામનગર, દ્વારકા, સોમનાથ વગેરે લોંગ રૂટની બસ શરૂ કરવા અને આ રૂટ ઉપર એ.સી. વોલ્વો સ્લિપર કે સીટર અને પ્રિમિયમ બસ સેવા શરૂ કરવા માંગ ઉભી થવા પામી છે.
મહુવા-અમદાવાદ, સુરત, મુંબઇ રૂટ ઉપર મહુવા થી દરરોજ અસંખ્ય પ્રાઇવેટ લક્ઝરી બસ દોડે છે. મહુવા - અમદાવાદ રાત્રીના રૂટ સંપૂર્ણ પણે પ્રાઇવેટ ઓપરેટરના કબજામાં છે. માત્ર રાત્રે 12 કલાકે મહુવા-ગાંધીનગરનો એક રૂટનું મહુવા ડેપો સંચાલન કરે છે.આ બસને એકસપ્રેસમાંથી પ્રિમિયમ કરવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. માત્ર બહાના બાજી થાય છે વાહનો નથી, ક્રુની ઘટ છે !
સરકારી કે સરકાર દ્વારા સંચાલીત એકમો આંદોલનની જ ભાષા સમજે છે તેવી છાપ આમ જનતામાં ઉભી થવા પામી હોય મહુવાના વિવિધ સંગઠનોએ રાજકીય આગેવાનોએ એસ.ટી. તંત્ર સામે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવાની ફરજ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.