તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:મહુવામાં 8 વર્ષે પણ નવી શાકમાર્કેટ બનાવવાનું મુહૂર્ત હજુ નથી આવ્યુ

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્યામાપ્રસાદ મુખર્જી વેજીટેબલ શાક માર્કેટ બને તો લોકો માટે અનુકુળ
  • મહુવા નગરપાલિકા દ્વારા ગુજરાત સ્થાપના દિન 2013ના દિવસે જાહેરાત કરાઇ હતી

મહુવા નગરપાલિકા દ્વારા ગુજરાત સ્થાપના દિન 2013ના દિવસે રૂ.259 લાખના ખર્ચે વાસી તળાવ પાસે ગાધકડા બજાર નજીક અદ્યતન નવી શાક માર્કેટ બનાવવાની જાહેરાત કરવામાં આવેલ અને ટેન્ડર બહાર પાડવામાં આવેલ. જે શાક માર્કેટનું કામ આજે 8 વર્ષ થવા છતાં હજુ સુધી શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. મહુવાની જુની શાક માર્કેટ દરબારગઢ વિસ્તાર જુના ગામની મધ્યમાં આવેલી છે.

સોસાયટી વિસ્તારથી આ શાકમાર્કેટ ખૂબજ દુર પડતી હોય સમય જતા સેક્રેટરીએટ બિલ્ડીંગની પાછળના અને કુબેરબાગ તરફ જતા રસ્તા ઉપર સાંજના સમયે શાક માર્કેટ શરૂ થયેલ આજે આ શાક માર્કેટ સવારથી જ શરૂ થઇ જાય છે અને જેના પરિણામે સેક્રેટરીએટ બિલ્ડીંગ પાછળ શાકભાજી વેચનારાઓ લારી, બાકડા અને પાથરણા પાથરી બેસતા હોય સેક્રેટરીએટ બિલ્ડીંગમાં આવેલ કોર્ટ કચેરીના કામે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

લોકોની મુશ્કેલી દુર કરવા મહુવા નગરપાલિકા દ્વારા વાસીતળાવ પાસે 27 હજાર ચો.ફુ. જગ્યામાં શ્રી શ્યામ પ્રસાદ મુખર્જી વેજીટેબલ માર્કેટ બનાવવાનું 1.5.2013ના જાહેર થયેલ. પૂ.મોરારી બાપુની નિશ્રામાં રાજયના ઉપ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહુર્તના વિવિધ કાર્યક્રમો સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ શાક માર્કેટ માટે તે સમયે તેનો અંદાજીત ખર્ચ રૂ.259 લાખ આકારવામાં આવેલ અને આ ખર્ચ સ્વ. ભંડોળમાંથી કરવાનુ ઠરાવવામાં આવેલ હતુ.

મહુવા નગરપાલિકા દ્વારા જશવંત મહેતા ભવનમાં બનાવેલ દુકાનો, ઓફિસો સુખડી વડીએ વહેલીતકે આપી શકાય તે માટે કાનુની અડચણો દુર કરાવી આવક ઉભી કરી આ શાકમાર્કેટ બનાવવાની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉભી થવા પામી છે.1લી મેના 2021ના ગુજરાત સ્થાપના દિને આ ખાતમુહૂર્તના 8 વર્ષ પૂર્ણ થયા તેમ છતા જાહેર થયેલ શ્રી શ્યામ પ્રસાદ મુખર્જી વેજીટેબલ માર્કેટનુ કોઇ કામ આજ સુધી થયુ નથી.

વહેલી તકે ખાતમુહૂર્ત થયેલ શ્રી શ્યામ પ્રસાદ મુખર્જી વેજીટેબલ માર્કેટ બનાવી ગાંધીબાગ પાસે સેક્રેટરીએટ બિલ્ડીંગ પાછળનો અને કુબેરબાગ તરફ જતો રસ્તા ઉપર શાકભાજીનો વેપાર કરતા લોકોને ખસેડી રોડ ખુલ્લો કરવામાં આવે તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...