ઘાર્મિક:કોઈ ગમે તેટલા કઠોર વચન સંભળાવે તો પણ જેને કદી ક્રોધના આવે એ સાધુ : પૂ.મોરારિ બાપુ

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કથા વિરામના દિવસે કથા ક્રમને આગળ વધારતા બાલકાંડના પ્રસંગોનું સંક્ષેપ વર્ણન કર્યું. અયોધ્યા કાંડ ની ચર્ચા કરતા પુ.બાપુએ કહ્યું કે સુખ-દુઃખ સાપેક્ષ છે એને અટકાવી શકાતા નથી. રાવણ અતિ અંધકાર છે અને જટાયુ અતિ પ્રકાશ છે અને નિર્વાણ પામે છે. પંપા સરોવર માં નારદજી સાથે ભગવાન રામ સાધુ મહિમા ગાય છે.

કિષ્કિંધાકાંડની કથા બાદ સુંદરકાંડમાં હનુમાનજી લંકા સુધીની યાત્રામાં આવનાર વિઘ્નોને પાર કરી લંકા પહોંચે છે. ભક્તિ ની ખોજમાં પ્રથમ વખત વિભીષણ મળે છે. લંકાદહન પછી સિતાજીની ચુડામણી લઈ હનુમાનજી રામજી પાસે પાછા આવે છે. લંકાકાંડમાં રાવણનો વધ કરી રામ-લક્ષ્મણ-જાનકી પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પહોંચે છે. ઉત્તરકાંડમાં ભગવાન રામનો અયોધ્યામાં પ્રવેશ અને રાજ્યાભિષેક થાય છે. 

કથા-કીર્તનમાં પ્રવેશતા બાપુએ કહ્યું કે જ્યારે તમને કોઈ સાધુ મળી જાય ત્યારે એક ગાંઠ બાંધી લેજો કે પરમાત્માની પરિપૂર્ણ કૃપા ઉતરી છે. તેથી જ સાધુ સંગ પ્રાપ્ત થયો છે, સાધુ સ્વભાવ સાધુતાના લક્ષણ દર્શાવતા ગોસ્વામીજી લખે છે કે સાધુ એ છે જેને જે કાંઈ મળે એમાં સદા સંતોષ રાખે છે. બીજાનું હિત કરવામાં જે નિરંતર પ્રવૃત રહે છે કોઈ ગમે તેટલા કઠોર વચન સંભળાવે તો પણ જેને કદી ક્રોધના આવે એ સાધુ છે. 

માનસ સાધુ મહિમાને વિરામ આપ્યો. આ કથાને અહીંથી સમાધિ અને તલગાજરડામાં જેટલા લોકોએ રામવાડીમાં અંતિમ વિશ્રામ લીધો છે એમને અને પ્રમુખ રીતે જીવણદાસ દાદાની સમાધી સહિતના સાધુઓની સમાધિને અર્પણ કરી બાપુએ કહ્યું કે તલગાજરડાની આગામી કથા હવે પછી જ્યારે પણ થશે ત્યારે પીઠોરીયા હનુમાનજીના સ્થળે કથા થશે.

અન્ય સમાચારો પણ છે...