'રાખડી મેળો':શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધનના તહેવારમાં સ્ટોરની હારમાળા, માર્કેટમાં અવનવી વેરીયટીઓની રાખડીઓ

મહુવા (ભાવનગર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ માસ શરૂ થતા જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. ત્યારે ભાઈ-બહેન માટેનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. આ તહેવારને લઈ હાલ માર્કેટોમાં વિવિધ વેરાયટીઓની રાખડીઓના સ્ટોલ જોવા મળે છે. ધાર્મિક અને સંસ્કૃતિ પ્રમાણે શ્રાવણ સુદ પૂનમને દિવસે રક્ષાબંધનનો તહેવાર આવતો હોય છે. મહુવા શહેરમાં ઠેર-ઠેર અવનવી રાખડીઓના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. બહેનો સાંસ્કૃતિક રીતે રાખડીઓની ખરીદી કરી તેના ભાઈને રાખડી બાંધી પવિત્ર તહેવારને મનાવતી હોય છે. આ વર્ષે રાખડીઓ પર 22 ટકા GST રાખડીઓ મોંધી થઈ છે. રાખડીઓ આ વર્ષે ગત વર્ષ કરતા બે ગણી મોંઘી થઈ છે. માર્કેટની અંદર બાળકો માટે રમકડા વાળી, લાઈટ વાળી રાખડીઓ મળે છે. યુવાનો માટે સ્ટોન-ડાયમંડ વાળી રાખડીઓ મળે છે. તો માર્કેટમાં હાલ 5 રૂપીયાથી લઈ 500 રૂપીયા સુધીની રાખડીઓ મળે છે.

અન્ય સમાચારો પણ છે...