સફાઇનો તદ્દન અભાવ:વરસાદી વાતાવરણથી ગુંદરણા પંથકમાં રોગચાળો વકર્યો

ગુંદરણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુંદરણામાં રોગચાળો છતાં સફાઇનો તદ્દન અભાવ
  • ઠેર ઠેર ગંદકી,વરસાદી પાણી,મચ્છરોથી તાવ શરદી, ઉધરસના દર્દીઓમાં સતત વધારો

મહુવા તાલુકાના ગુંદરણા તેમજ આજુબાજુના પંથકમાં છેલ્લા સાતથી આઠ દિવસથી તાવ શરદી ઉધરસ વગેરે બીમારી દર્દીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુંદરણા પંથકમાં ચાર પાંચ દિવસથી ઝરમર વરસાદ તો ક્યારેક વાદળછાયું વાતાવરણના કારણે તાવ શરદી ઉધરસ અને ગળામાં બળતરાની દર્દીઓમાં મોટી ફરિયાદ ઉઠી છે.

ગુંદરણા ગામમાં તાવ, શરદી, ઉધરસના રોગચાળાનો ઘરમાં બેથી ત્રણ સભ્યો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે છેલ્લા દિવસોમાં ઝરમર વરસાદના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ્ય ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો છે આથી બીમારી ફેલાવવાની મોટી સંભાવના રહે છે આથી આરોગ્ય વિભાગ દ્વારા માખી, મચ્છરની જંતુનાશક દવાનો તથા ફોગિંગનો છંટકાવ કરવો જરૂરી છે ક્યારેક વાતાવરણમાં ઠંડક જળવાઈ રહે છે અને ભાગ્યે જ સૂર્યના કિરણો અને તડકો ધરતી પર પડે છે તેના કારણે લોકોના આરોગ્યને સીધી અસર થઈ રહી છે.

છેલ્લા દિવસોમાં ગુંદરણા પંથકમાં સારા વરસાદના કારણે ઠેર ઠેર ઘાસના થર જમ્યા છે આથી આ ઘાસના થરમાં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ્ય વધ્યો છે આથી જવાબદાર તંત્ર દ્વારા ઘાસમાં જંતુનાશક દવાનો છટકાવ કરવો જરૂરી છે ગુંદરણા ગામે ઢોરા વિસ્તારમાં આવેલ ગટરની બહાર ગંદકીના થર જમ્યા છે આ ગંદકીના કારણે તે વિસ્તારના રહીશો ગંદકીની દુર્ગંધથી તોબા પોકારી ગયા છે તે ગંદકી માથાના દુ:ખાવા સમાન બની છે આથી તે ગંદકી વહેલીતકે દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...