શહેરમાં સામાન્ય વરસાદ હોય કે હતી ભારે વરસાદ હોય શહેરની સરકારી કચેરીઓમાં આવેલા પાર્કિંગ ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. અહીં કદી પણ સાફ સફાઈ કે કીચડ હટાવવાની કામગીરી કરવામાં આવી નથી. મહુવા તાલુકા પંચાયત હોય નગર સેવા સદન હોય કે નગરપાલિકા હોય કે પાણી પુરવઠા બોર્ડ હોય કે પછી અન્ય તાલુકાની કચેરીઓ જ્યાં જુઓ ત્યાં પાર્કિંગમાં ગંદકી તેમજ કિચડના થર જામી ચૂક્યા છે. આખર પાર્કિંગ કરવા માટે વાહન ક્યાં મૂકવું તે પણ એક સવાલ છે.
સરકારી અમલદારમાં અરજદારો કચેરીના કામ માટે આવતા હોય છે. તે માટે વાહન પાર્કિંગ કરવા માટે શેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે. પરંતુ આ વ્યવસ્થા અરજદારોના વાહન પાર્કિગ માટે બનાવી કે પછી ગંદકીના નિકાલ માટે તે સમજાતું નથી. આખુ પાર્કિગ ગંદકી નિચે હોય તો અરજદારોએ પોતાનું વાહન ક્યાં મૂકવું એ સમજાતું નથી. સરકારી બાબુઓને સમગ્ર બાબતથી જાણ હોવા છતાં અધિકારીઓ આમાં કાંઈ ધ્યાન દોરતા નથી. જોકે પોતે પોતાનું વાહન ક્યાં પાર્કિંગ કરતા હશે એ એક મોટો સવાલ ઉભો થયો છે. ત્યારે વ્યવસ્થાના ભાગ રૂપે બનાવેલ પાર્કિગનો કામ અર્થે આવેલા લોકો મેળવી શકે તે માટે યોગ્ય સાફ સફાઈની જરૂરીયાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.