મહુવામાં મેઘો મહેરબાન:પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ; બે જ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં પાણી ઘરોમાં ઘૂસી ગયાં

મહુવા (ભાવનગર)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ભાદરવા મહિનાને લઈને વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પણ આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા મહુવા શહેરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા એવા વરસાદના સમાચાર મળી રહ્યા છે. અમુક અમુક ગામમાં સારો વરસાદ છે કે ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે.

બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
મહુવા તાલુકાના કારેલા ગામે વરસાદ વરસતાં વરસાદી પાણી ગામમાં ઘૂસી ગયા હતા. આ સિવાય ગામના મેઈન બજારમાં પણ પાણી ભરાયાં હતા. બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડવાથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...