લોકાપર્ણ:મહુવા તાલુકાના દયાળ ગામે ડોર ટુ ડોર કચરો લેવા વાહનની સુવિધા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાના ગામોમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી વધુ વેગવાન બની

દયાળ ગામ ખાતે સ્વચ્છતા પ્રોગ્રામ અંતર્ગત ડોર ટુ ડોર કચરા એકત્રીકરણના વાહનનું મંત્રી તેમજ અધિકારીઓની ઉપસ્થિતીમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.ગામમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનની સુવિધા મળતી થશે.

દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સ્વચ્છ મહુવા કાર્યક્રમ અંતર્ગત મહુવા તાલુકાના દયાળ ગામ ખાતે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લી.ના સહકારથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે અતિઆધુનિક સિસ્ટમ સાથે સૂકા અને ભીના કચરો લઈ શકાય અને સાઉન્ડ સિસ્ટમથી સજ્જ વાનનું મંત્રી આર.સી. મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા,ડો. પી.કે.શુક્લા પીડીલાઇટ ઇંડસ્ટ્રીજ લી મુંબઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

મહુવા તાલુકાના પાંચ ગામોમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી જેની સફળતાને ધ્યાનમાં રાખી બીજા નવા પાંચ ગામોમાં શરૂઆત કરવામાં આવી છે.મહિલા સશક્તિકરણના ભાગરૂપ મહિલાઓ સંચાલિત સ્વાય ગ્રુપ દ્વારા સંચાલન કરવામાં આવશે.

કાર્યક્રમમાં આર. સી. મકવાણાએ જણાવેલ કે સરકારના સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં આજે પાંચ ગ્રામ પંચાયત અને સખી મંડળ વચ્ચે ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ માટે સમજૂતી કરાર કરી શરૂઆત કરવામાં આવી તેને બિરદાવ્યા હતા.સાથે જ આ વ્યવસ્થાના સંચાલન માટે પંચાયતોને સક્રિય રીતે સહભાગી બનવા માટેની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...