તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસને રજૂઆત:મહુવા કોર્ટ પરિસરમાં બોગસ વકીલોના આંટાફેરાથી નારાજગી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા બાર એસો.દ્વારા કાર્યવાહી કરવા નાયબ કલેકટર

મહુવામાં કોર્ટ પરિસર અને આસપાસ બોગસ વકિલો અને ટાઉટો સામે યોગ્ય કાર્યવાહી કરવા મહુવા બાર એસોશિએશને નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી , પોલિસ ઇન્સ્પેક્ટરને પત્ર લખી માંગ કરેલ છે. મહુવા સેક્રેટરીએટ બિલ્ડિંગની નીચે કેટલાક વકિલો ટેબલ નાખીને બેસે છે અને તેઓની આજુબાજુમાં કેટલાક અનક્વોલિફાઈડ લોકો અડ્ડો જમાવી બેઠા હોય છે અને આવા ગેરકાયદેસર લોકોમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે જે ન્યાયતંત્ર અને વકિલોની પ્રતિષ્ઠા અને ભવિષ્યની પ્રેક્ટિસ માટે ઘાતક છે.

આવા લે ભાગુ તત્વો વકિલ કે પિટિશન/બોન્ડ રાઈટર ન હોવા છતા મહુવા બાર એસો.ના સિનિયર વકિલોની ઓફીસોમા કાયદાશાસ્ત્રમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઈન્ટર્નશીપ કરવા કે નવા વકીલો જુનિયરશીપ કરવા આવતા હોય તેઓનું અદાલતમાં ઉપસ્થિત રહેતી વખતનુ વર્તન અને શિસ્ત પણ યોગ્ય નથી. વડલી ખાતે પણ તાલુકા સેવા સદનની સામે ખુલ્લી જગ્યામાં પણ આ દૂષણની શરૂઆત થઈ ચુકી છે અને મામલતદાર/પ્રાંત કચેરીમાં ચેપ્ટર કેસના જામીન ભરવા વિકલ ન હોય તેવા અધિકૃત લોકો ઉપસ્થિત રહેતા હોય આ બાબતે સંબંધિત અધિકારી સમક્ષ અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે.

ન્યાયતંત્ર અને બાર એસોસિએશનની ગરીમા જળવાય રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા અને સંબંધીત અધિકારીઓને યોગ્ય હુકમ કરવા મહુવા બાર એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ મહેતા અને અન્ય પદાધિકારીઓએ માંગ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...