તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:લાંબા સમય બાદ મહુવા-બાંદ્રા ટ્રેન શરૂ કરવા લેવાયો નિર્ણય

મહુવા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મહુવાથી સુરત, ધોળા અને ભાવનગર ટ્રેન શરૂ કરો
 • દસ મહિનાથી કોરોનામાં બંધ કરાયેલ ટ્રેન હવે ફરી શરૂ થતા મુસાફરોને મળશે સગવડતા

રેલવે તંત્ર દ્વારા કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલ ટ્રેઇનો આખરે તબકકાવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે જેમાં ભાવનગર-બાંદ્રા ટ્રેન થોડા દિવસો પહેલા શરૂ કરાઇ છે જેનો સારો પ્રતિસાદ મળી રહયો છે બાદમાં હવે મહુવા બાંદ્રા ટે્ન કે બંધ કરાયાના દસ મહિના જેટલો સમય વિત્યા બાદ શરૂ થવા જઇ રહી છે.આ મહુવા-બાંદ્રા-મહુવા ટ્રેન અઠવાડિયામાં બે વખત સ્પેશ્યલ ટ્રેન દોડશે.આ સ્પેશ્યલ ટ્રેન હોય ટીકીટના ચાર્જમાં સિનિયર સિટીઝન સહિત કોઇને પણ કન્શેસન મળવા પાત્ર નથી.

નકિક થયેલા કાર્યક્રમ બાંદ્રા થી બુધવારે(ટ્રેન નં.09293) અને શુક્રવારે (ટ્રેન નં.09289) અને મહુવા-બાંદ્રા ગુરૂવારે (ટ્રેન નં.09294) અને શનિવારે (ટ્રેન નં.09290) ટ્રેન આગામી તા.26/2ને શુક્રવાર થી શરૂ થશે. ટ્રેન બાંદ્રાથી બપોરે 4.45 કલાકે ઉપડી સુરત, બરોડા, અમદાવાદ, સાવરકુંડલા થઇ મહુવા સવારે 6.45 કલાકે પહોચશે.જયારે મહુવા બાંદ્રા ટ્રેન મહુવાથી સાંજે 7.20 કલાકે ઉપડી સાવરકુંડલા, અમદાવાદ, બરોડા, સુરત થઇ બાંદ્રા સવારે 9.30 કલાકે પહોચશે.સ્પેશ્યલ ટ્રેનના બદલે રેગ્યુલર ટ્રેન શરૂ કરવા અને સાથે સાથે બુધવારની મહુવા-સુરત – મહુવા અને મહુવા-ધોળા, મહુવા-ભાવનગર ટ્રેન શરૂ કરવા મુસાફરો વતી જયપ્રકાશ દોશીએ માંગ કરેલ છે.

છેલ્લા એકાદ વર્ષથી ટ્રેનનો વ્યવહાર બંધ હતો અને રોડ ટ્રાફીક વધી ગયો હતો. મહુવા-બાંદ્રા-મહુવા શરૂ થતા રોડ ટ્રાફીક હળવો થશે. સાથે સાથે મહુવા-સુરત-મહુવા શરૂ કરવામાં આવે તો રોડ ટ્રાફીક સંપુર્ણ કાબુમાં આવે. આથી વહેલી તકે સુરત,ભાવનગર, ધોળા ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો