મૃત્યુ:માલણ બંધારામાં ડૂબી જતા જામનગરના યુવાનનુ મોત

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તરવૈયાઓએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કરેલ

ચાલુ વરસે ચોમાસા દરમ્યાન રાજય સહીત ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસેલ છે. અને મોછલકાય ગયા છે. જેથી લોકોને આવન જાવનમા઼ પણ પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે ચોમાસા દરમ્યાન અકસ્માતે પાણીમા પડી ડુબીને મૃત્યુ઼ પામવાના અનેક બનાવો બનવા પામ્યા છે.

આવા વધુ એક બનાવમા મુળ જામનગરના અને હાલ મહુવા ખાતે રહેતા યુવક મહુવાના માલણ બ઼ધારાના તળાવમાં નહાવા પડયા બાદ ડૂબી જતા સ્થાનીક તરવૈયાઓએ તેમને બહાર કાઢી હોસ્પીટલમા ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા.

મહુવાના ગુજરાત સોસાયટી પાછળના વિસ્તારમાં રહેતા મુળ જામનગરના વિશાલભાઇ ડાયાભાઇ પરમાર ( ઉ.વ.22 ) મહુવાના બંદર રોડ ઉપર માલણ બંધારાના તળાવમાં ડુબી જતા સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢી મોટર સાયકલ ઉપર જનરલ હોસ્પિટલમાં સારવાર્થે ખસેડવામાં આવેલ. જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મહુવા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...