આ હોસ્પિટલ કોઈકનો જીવ લેશે:મહુવા જનરલ સિવિલ હોસ્પિટલમાં દર્દીના બેડ પર પોપડા પડ્યા; મોટી જાનહાની થતા બચી

મહુવા (ભાવનગર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવાની માત્રને માત્ર એક જનરલ હોસ્પિટલની સ્થિતિ બિસ્માર બની છે. તે એટલી જર્જરિત થઈ છે કે દર્દીઓ અંદર જતા ડરી રહ્યા છે. તાજેતરમાં જ આ હોસ્પિટલના જર્જરિત હોવા બાબતે દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો પણ તંત્રએ આંખ આડા કાન કર્યા હતા. તે જ હોસ્પિટલમાં આજે એક દૂર્ઘટના થતી રહી ગઈ છે. જેમાં એક દર્દીના બેડ પર છતના ભાગેથી પોપડા પડ્યા છે. સદનસીબે ત્યાં કોઈ દર્દી હતો નહીં તેથી કોઈ જાનહાની થઈ નથી. પણ જો દર્દી હોત તો તેની શું દશા થઈ હોત તે તંત્રએ જોવુ રહ્યું.

અનેકવાર આ પ્રકારની ઘટના બને છે
અનેકવાર આવી નાની મોટી ઘટનાઓ બનતી જ હોય છે, પરંતુ તંત્ર દ્વારા ક્યારે પણ ધ્યાન દોરવામાં આવતું નથી. થોડા સમય પહેલા દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ રજૂ કર્યો હતો પણ સરકારે એ અહેવાલ વાંચવામાં પણ ધ્યાન આપ્યુ નહીં. દર્દી તો ઠીક ડોક્ટર અને સ્ટાફ પણ પોતાના જીવનને જોખમમાં મૂકીને નોકરી કરતા હોય એવું લાગી રહ્યું છે ખરેખર આવી પરિસ્થિતિ રહેશે તો હોસ્પિટલ એક દિવસ પડીને ખંડેર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

અન્ય સમાચારો પણ છે...