ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફટી બાબતે મહુવા નગરપાલિકાના અધિકારી દ્વારા જ્ઞાતિની વાડીના બદલે એસેમ્બલી હોલ તરીકે દર્શાવતા હાઇકોર્ટ દ્વારા સીલ મારવા મોકલાવેલ યાદી બાબતે મહુવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવા નામો રદ કરવા ફાયર ઓફિસર ગાંધીનગરને પત્ર લખી માંગ કરેલ છે.મહુવા નગર પાલિકા દ્વારા ફાયર સેફટીની નોટીફીકેશનની શરતોનું મનઘડંત અર્થઘટન કરાતા કોર્ટે સીલ મારવા હુકમ કર્યો છે.
મહુવા નગર પાલિકા દ્વારા બિલ્ડીંગોનુ નવેસરથી સર્વે કરી એન.ઓ.સી. માટે આવતા હોય તેવા બિલ્ડીંગો પર કાયદા મુજબ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે અને ખોટી રીતે કરવામાં આવેલ કાર્યવાહી રદ કરી આવા ખોટી રીતે નામો મોકલાવેલ અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મહુવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચીફ ફાયર ઓફિસર ગાંધીનગરને રજુઆત કરી છે.
શરતોની અમલવારી મનઘડંત કરાઇ
અર્બન નોટીફીકેશન સચિવાલય ગાંધીનગરના પરિપત્ર અનુસાર જે બિલ્ડીંગની ઉંચાઇ 15 મી. થી વધારે હોય તેવા જ બિલ્ડીંગમાં ફાયર એન.ઓ.સી. લેવાનું છે તથા મિકસ બિલ્ડીંગ કે જે 500 ચો.મી. વધારે ફલોર એરીયા હોય તેવા બિલ્ડીંગો હોય તેનું લેવાનું હોય છે.
જ્ઞાતિની વાડી એસેમ્બલી બિલ્ડીંગ ગણાય નહી છતા આવી મિલ્કતોના નામો એસેમ્બલી બિલ્ડીંગ લખી મોકલી ફાયર સેફટીની નોટીફીકેશનની શરતોની અમલવારી માટે મહુવા નગરપાલિકાના અધિકારી દ્વારા પરિપત્રનો અભ્યાસ કર્યા વગર, સ્થળ પર માપણી કર્યા વગર બિલ્ડીંગોની યાદી તૈયાર કરી કોર્ટમાં મોકલી આપતા હાઇકોર્ટે ફાયર સેફટી સગવડ ન હોય તેવી જ્ઞાતિની વાડીઓને સીલ મારવાનો હુકમ કરેલ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.