વિધાનસભાની ચૂંટણીના ભણકારા:મહુવા ખાતે કોંગ્રેસ કમિટીની બેઠક યોજાઈ; આગામી ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરાઈ

મહુવા (ભાવનગર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે મહુવા ખાતે કોંગ્રેસ કમિટીની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની બુથ કમિટીના સભ્યો જોડાયા હતા. મોટા ખુટવડા તથા નેસવડ જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા અને આગામી ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલના પ્રમુખ સ્થાને મળેલ આ મિટિંગમાં તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારીયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા, મહુવા કોંગ્રેસના પ્રભારી કિરીટભાઈ ગોહિલ, રાજભાઈ મહેતા, જીતેન્દ્રસિંહ વાજા, પરેશભાઈ, મિલનભાઈ, ભરતભાઈ, વલ્લભભાઈ, અરૂણભાઇ વેલારી, નગરપાલિકાના લાખાભાઈ તથા જયશ્રીબેન, કાનભાઈ ખુમાણ તથા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, સરપંચો, સહકારી આગેવાન અને કોંગ્રેસના આજુબાજુના ગામના કાર્યક્રતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...