આક્રોશ:નેસવડ પાસે ગટરના પાણીમાં બેસીને ચકકાજામનો કાર્યક્રમ

મહુવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે ઓથોરિટીએ રોડની જવાબદારી સ્વીકારી
  • મહુવાનું​​​​​​​ તંત્ર માત્ર આંદોલનની જ ભાષા સમજે છે તે નક્કી થયું

મહુવા એન.એચ.-51 ઉપર આવેલ નેસવડ ચોકડીએ રોડ ચક્કાજામમા ભાવનગર જિલ્લા ખેડુત એક્તા મંચએ નેસવડ ચોકડીએ ઉભરાતી ગટરના વહેતા પાણીમાં બેસીને સરકાર અને તંત્ર સામે આશ્ચર્યજનક પ્રોગ્રામ આપી આંદોલનની તાકાત પુરવાર કરી હતી.આ રોડની જવાબદારી કોઇ સ્વીકારવા તૈયાર ન હતુ પરંતુ ગઇ રાત્રીના સાવરકુંડલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે અને ઉમણીયાવદરથી હનુમંત હોસ્પિટલવાળો રોડ નેશનલ હાઇવે ઓથોરિટીએ પોતાની જવાબદારીમાં હોવાનુ સ્વીકારેલ.

આંદોલનની અસરને લઇને તંત્રએ ગઇ રાત્રીના મોટાભાગના ખાડાઓ પુરેલ છે પરંતુ ગટર વિભાગના અધિકારીઓ નેસવડ ચોકડીએ ઉભરાતી ગટર બંધ કરાવી આપે એટલે તુરંત નવા પેવર રોડ બનાવી આપવાની બન્ને વિભાગના જવાબદાર અધિકારીઓએ ખાત્રી આપી હતી.નેસવડ ચોકડીએ ઉભરાતી ગટર બંધ કરાવવા મહુવા ડેપ્યુટી કલેકટરે ખાત્રી આપી હતી.ખેડુત એક્તા મંચના આગેવાન ભરતસિંહ વાળા, હરેશભાઇ ભીલ, વિજયભાઈ બારૈયા, અશોકભાઈ જોળીયા, વિઠ્ઠલભાઇ સોલંકી દુઘેરી વિગેરે આગેવાનો અને લોકો ઉપસ્થિત રહી જીતની ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...