બાળકોને મળી શિક્ષક બનવાની ટ્રેનિંગ:મહુવાના ખાટપુરા ગામે શિક્ષક દિનની ઉજવણી; વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા જોઈ વાલીઓએ ગૌરવ અનુભવ્યો

મહુવા (ભાવનગર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મહુવા તાલુકાના ખાટપુરા ગામે તમામ શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક માટેની એક ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગની અંદર સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતે શિક્ષક બની અને પોતાના જ કલાસના બાળકોને ભણાવી શિક્ષક દિનની ઉજવણી કરી હતી.

શિક્ષક દિનને લઈને શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા જોઈ વાલી તેમજ શિક્ષક ગણે ગૌરવ અનુભવ્યો હતો. આવનારી પેઢી શિક્ષક બને અને દેશમાં આગળ વધી અને દેશનું નામ રોશન કરે તેવા આચાર્ય દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...