ઘરફોડ ચોરીના આરોપીઓ ઝડપાયા:મહુવામાં ઘરફોડ ચોરોએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી; પોલીસે ત્રણની ધરપકડ કરી

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બે-ત્રણ માસથી મહુવામાં નાની-મોટી ચોરીના બનાવ બની રહ્યાં છે. ચોરીના બનાવને લઈ સ્થાનિકો તથા પોલીસની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. ચોરોને પકડવા માટે પોલીસે અનેક વખત પ્રયાસ કર્યા હતા, છતાય ચોર છટકુ ગોઠવી ત્યાંથી ભાગવામાં સફળ થઈ જતા હતા. જોકે પોલીસે આ વખતે કડક વોચ રાખી છેલ્લા 24 કલાકમાં ત્રણ ચોરીના આરોપીઓને ડબોચી લીધા છે. પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના મહુવામાં ચોરોએ સ્થાનિકો અને પોલીસની ઊંઘ હરામ કરી છે. મહુવામાંથી ઘરફોડ ચોરીના અનેક કેસો નોંધાયા છે. શાતિર ચોરો પોલીસને ચકમો આપીને હંમેશા ભાગવામાં સફળ થઈ જતા હતા. જોકે, પોલીસની ચોકસાઈથી આ વખતે 3 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. પોલીસ જ્યારે ટ્રાફિકમાં હતી, ત્યારે મુખ્ય સૂત્રધાર ત્યાંથી નિકળતા તે ઝડપાયો હતો. પૂછપરછ કરતા તે શંકાના દાયરામાં આવતા કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન ચોર ભાગી પડતા ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો એક ચોર અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...