મહુવા શહેરમાં ભાજપ પક્ષની ટ્ક્ટને લઈ ઘણી બધી અટકણો લોકોમાં ચાલી રહી હતી. ત્યાબબાદ ભાજપે પોતાના ઉમેદવાર તરીકે શીવા ગોહિલ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જેથી વર્તમાન ધારાસભ્ય તેમજ રાજ્યકક્ષાના મહામંત્રીની ટિકિટ કપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ આ નારાજગીને લઈને કાર્યકરોને એક એવી આશા હતી કે, પાર્ટી દ્વારા ટિકિટની અંદર ફેરબદલ થશે. તેવી આશા સાથે તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ વિરોધ પણ દર્શાવ્યો હતો.
મહુવા પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું
આજે તારીખ 14/11/2022ના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આખરે પાર્ટીનો નિર્ણય ચોક્કસ રહ્યો અને 99 મહુવા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે શીવા ગોહિલને જ ટિકિટ આપતા શીવા ગોહિલે પોતાનું નામાંકિત પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. આજે 12:30 કલાકે મહુવા પ્રાંત અધિકારીની કચેરીએ આવી પોતાનું ફોર્મ ભરી અને મહુવા ભાજપમાંથી ઉમેદવારી દાખલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.