મહુવામાં બંદૂક સાથે એક શખ્સની ધરપકડ:ગુનાહિત ઈતિહાસ ધરાવતા નાસતા ફરતા આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

મહુવા (ભાવનગર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા પોલીસ સ્ટેશનમાં અલગ એલગ ગુનામાં દાખલ થયેલ ફરિયાદન આરોપી કેટલાંક સમયથી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો. જેના વિરુધ હથિયારધારા મુજબ પણ ગુનો દાખલ છે, બાતમીને આધારે દેશી બનાવટની પિસ્ટોલ તથા જીવતાં કાર્ટીસ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

મળતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બામતી મળી કે, મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હથિયારધારાનાં કેસોમાં નાસતા-ફરતા આરોપી અર્જુન લાલાભાઇ ચૌહાણ રહે. ઇન્દિરાનગર, આખલોલ જકાતનાકા પાસે, ભાવનગરના કુંભારવાડા-નારી રોડ પર આવેલ ખોડિયાર માતાનાં મંદિર પાસે રોડ પર ઉભો છે. તેનાં નેફામાં પિસ્ટલ પણ છે, જે માહિતીને આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી હાજર મળી આવ્યો હતો.

પોલીસે તેની તપાસ કરતા નેફામાંથી દેશી બનાવટની બંદૂક જેની કિ.રૂ. 5,000તથા જીવતાં કાર્ટીસ નંગ-03 કિ.રૂ.300 તથા એક મોબાઇલ કિ.રૂ.10,000 મળી કુલ રૂ.15300નો મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી પુછપરસ હાથ ધરી હતી. જેમાં આ પિસ્ટલ તથા કાર્ટીસ તે એકાદ વર્ષ પહેલાં અનિરૂધ્ધ ઉર્ફે અનુ મલિક રહે.ભૌરા કલાન અથવા બહાવરી જી.મુઝફરનગર યુ.પી.વાળા પાસેથી લઇ આવેલ હોવાનું જણાવ્યું હતું. જે અંગે પોલીસે તેના વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ બોરતળાવ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...