મહુવામાં જુગાર રમતા 4 ઝડપાયા:ભાવનગર LCBએ મોડી રાતે તીનપત્તી રમતા શખ્સોને ઝડપા પાડ્યા; ધોરણસરની કાર્યવાહી કરી

મહુવા (ભાવનગર)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર LCB છેલ્લા ઘણા સમયથી મહુવાની આસપાસ ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) જાહેરમાં રેલવે સ્ટેશનની બાજુમાં જુગાર રમતા ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તેઓ મોડી રાતે તીન પત્તી રમી રહ્યા હતા. આ ચાર શખ્સોને આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા છે.

જોકે છેલ્લા ઘણા સમયથી ક્રાઈમને અટકાવવા માટે રાજ્ય સરકાર તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ મહેનત કરી રહ્યું છે. તેની સાથે મહુવામાં ક્રાઈમ તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા માટે LCB પણ કામ કરી રહી છે. રોજ એક ગુનો LCB શોધી કરી રહી છે. ભાવનગર પોલીસ અને સ્થાનિક પોલીસ વચ્ચે કામ બાબતે સારો સમન્વય થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...