મહુવામાં ગંદકીનો ખડકલો:જાહેર રોડ હોય કે અન્ય જગ્યા, જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ઉકરડા; મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા શહેરની અંદર અનેક નાના મોટા વિસ્તાર અને માર્ગો આવેલા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સફાઈનો અભાવ જોવા મળ્યો છે. પાલિકાની બેદરકારીનો ખુલ્લો પડકાર સામે આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ઉકરડાઓ જોવા મળે છે. સરકારી કચેરીઓમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને લઈ મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં સુતી હોય તેવું લાગી રહ્યું છે.

શહેરને સ્વચ્છ બનાવવા માગ
હાલ તો શેરની પરિસ્થિતિની સાથે કોઈને લેવાદેવા ન હોય અને વધુ રાજ હોય તેવી પરિસ્થિતિ શહેરમાં જોવા મળી રહી છે. સફાઈ ઝુંબેશને લઈને સરકાર સ્વચ્છ અભિયાન ચલાવી રહી છે. સ્વચ્છ અભિયાનમાં પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. પરંતુ મહુવામાં સ્વચ્છતા જેવું કાંઈ જોવા મળ્યું નથી. માત્રને માત્ર ગંદકી, ગંદકીને ગંદકી. ક્યાંક તો ખુલ્લી ગટરો જોવા મળે છે. નળની લાઈનો તૂટી ગયેલી જોવા મળે છે. જેનું પાણી જાહેર રોડ ઉપર વહેતું હોય છે. પરંતુ તંત્રને આ બાબતનો કોઈ પણ ખ્યાલ ન હોય તેમ તંત્ર કોઈ પણ પ્રકારની એક્શન લેતી નથી. હાલ તો માંદગીનો પ્રવાહ હોય છે. તેને લઈને નગરપાલિકા સફાઈ અભિયાનના આધારે અને શહેરને સ્વચ્છ બનાવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...