ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ:મહુવા તાલુકાના કોજલી ગામે વાતાવરણમાં પલટો; વરસાદ વરસતા ખેડૂતના માથે ચિંતાના વાદળો

મહુવા (ભાવનગર)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન ખાતાની આગાહી અનુસાર મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણને લઈને મહુવા તાલુકાના ગામે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જોકે આ માવઠાને લઈને રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી અને તાલુકા અને જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે. વરસાદી આગાહીના પગલે મહુવા તાલુકામાં બે દિવસ અગાઉ પણ વરસાદ વરસ્યો હતો, પરંતુ આજે મહુવા તાલુકાના ગામે બપોર બાદ વરસાદ પડતા ગામના ખેડૂતો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે. કારણ કે હજી સુધી ખેતરમાં ઉભા પાક હોવાથી ખેડૂત લાચાર બની ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...