આવશ્યકતા:મહુવા સોસાયટી વિસ્તારમાં બીજુ મોક્ષધામ જરૂરી

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધતી વસતિ અને નવા નવા સોસાયટી વિસ્તારોને કારણે ઉભી થતી જરૂરીયાત
  • સોસાયટી વિસ્તારમાં મહુવાની 50 ​​​​​​​ટકા વસ્તી વસવાટ કરતી હોય હાલનું મોક્ષધામ પડે છે દુર

મહુવાના નેશનલ હાઇવે બાયપાસ વિસ્તાર તરફ અનેક સોસાયટીઓ બની છે અને બની રહી છે. મહુવાનો પશ્ચિમ તરફનો વિસ્તાર કુદકે ને ભુસકે વિકાસ પામી રહ્યો છે. આ સોસાયટી વિસ્તારમાં મહુવાની 50 ટકા વસ્તી વસવાટ કરે છે. મહુવાનું મોક્ષધામ મહુવાની દક્ષિણ દિશામાં માલણ નદીના કિનારે બંદર રોડ ઉપર આવેલુ છે. જે મોક્ષધામ જૂના ગામ તળના લોકોમાં અનુકૂળ છે પરંતુ સોસાયટી વિસ્તારના લોકોની અનુકૂળતા માટે સોસાયટી વિસ્તારની નજીક અને પર્યાવરણની સુરક્ષા માટે આધુનિક સુવિદ્યા વાળા બીજુ મોક્ષધામ બનાવવાની જરૂરીયાત ઉભી થવા પામી છે.

મહુવા શહેરની પશ્ચિમ બાજુ સોસાયટીઓમાં રહેણાંકીય વિસ્તારમાં સારો એવો વિકાસ થયો છે અને આ સોસાયટી વિસ્તાર હાઇ-વે બાયપાસથી આગળ પહોચી ગયેલ છે. મહુવા શહેરના નાગરીકોનો અંતિમ વિસામો મોક્ષધામ શહેરના છેવાડે દક્ષિણ તરફના બંદરનો રોડ ઉપર આવેલું છે. મહુવા શહેરનો સોસાયટી વિસ્તાર દિન પ્રતિદિન ખુબજ આગળ વધી રહ્યો છે.

મહુવાના જૂના ગામતળ કરતા સોસાયટીની વસ્તી ડબ્બલ ઉપરાંતની હોય સોસાયટી વિસ્તાર નજીક નવા મોક્ષધામ બનાવવાની માંગ ઉભી થવા પામી છે. મહુવા- રાજુલા બાયપાસ રોડથી ઉદ્યોગ નગર સુધી જૂના બંદરની રેલ્વે લાઇનની આગળના વિસ્તારમાં રહેણાંકી વિસ્તારો દિન- પ્રતિદિન વધી રહ્યાં છે.ગાંધીબાગ પાછળ રહેણાંકી વિસ્તારો બે કિ.મી. દુર આવેલા નેશનલ હાઇ-વે 51 ના બાયપાસ રોડની બન્ને બાજુ વિવિધ એપાર્ટમેન્ટ અને સોસાયટીઓ બની ચુકી છે. આ વિસ્તારના લોકોને બંદર રોડ ઉપરના મોક્ષધામે પહોચવા ભારે અગવડતાનો સામનો કરવો પડે છે.

અનેક બીન ઉપયોગી તેમજ સાર્વજનીક જગ્યાનો ઉપયોગ કરી શકાય
મહુવાના સોસાયટી વિસ્તારમાં અનેક બીન ઉપયોગી તેમજ સાર્વજનીક જગ્યાઓ પડી છે આવી જગ્યાઓ ઉપર ભુમાફીયાઓ દ્વારા ધીમે-ધીમે કબ્જો થઇ રહ્યો છે. આવી જમીનોમાં પગપેસારો થાય તે પહેલા પ્રાંત અધિકારી, મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ આગળ આવી સોસાયટી વિસ્તારના લોકો માટે અત્યંત જરૂરી બીજુ નવું મોક્ષધામ સોસાયટી વિસ્તારની નજીક બનાવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...