લમ્પી સામે તંત્રની તૈયારી:મહુવામાં પશુચિકિત્સકો દ્વારા પશુઓનું ચેકિંગ હાથ ધરાયું, ફરજિયાત રસીકરણ કરી પશુપાલકોને સલાહ-સૂચનો અપાયાં

મહુવા (ભાવનગર)5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ જોવા મળ્યો નથી
  • મહુવાની નાની-મોટી બે ત્રણ ગૌશાળાની પણ તપાસ કરવામાં આવી

હાલ રાજ્યના પશુઓમાં લમ્પી નામનો રોગ ફાટી નીકળ્યો છે, જે જાનલેવા સાબિત થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આ રોગ પશુઓનો ભરડો લઈ ચૂક્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ થોડા ઘણા વિસ્તાર તેમજ શહેરમાં પણ લમ્પીના કેસ જોવા મળ્યા છે. પરંતુ મહુવા શહેર તેમજ શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તપાસ અને ચેકિંગ દરમિયાન એક પણ કેસ હજી સુધી જોવા મળ્યો નથી. જેને લઈને પશુ ચિકિત્સક તેમજ પશુપાલકોને સાથે રાખીને એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહુવાની બે ત્રણ ગૌશાળાની પણ તપાસ કરવામાં આવી
આ કેમ્પની અંદર પશુઓની તપાસ તેમજ ફરજિયાત રસીકરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પશુપાલકોને અગમચેતીના પગલા ભરવા અને મૂંગા પશુઓની દેખભાળ-સંભાળ કઈ રીતે રાખવી તે બાબતે ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી હતી. સાથે સાથે મહુવાની નાની-મોટી બે ત્રણ ગૌશાળાની પણ તપાસ કરવામાં આવી હતી. આ ગૌશાળામાં બાંધેલી ગાયો તેમજ અન્ય પશુઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને ફરજિયાત રસીકરણ કરી સલાહ સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...