હાલાકી:ગેસ લાઇન માટે ગલી-ખાંચામાં ખોદાણ બાદ પુરાણ ન થતા રોષ

મહુવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાની સિઝનમાં સમસ્યા વધુ ગંભીર બની
  • ખોદાણ કામ બાદ પુરાણ કામ અને ફરી બ્લોક લગાડવાનું કામ શરૂ ન થતા રાહદારીઓને ભારે હાલાકી

ગુજરાત ગેસ દ્વારા મહુવામાં ગેસ લાઇન નખાઇ રહી હોય મહુવાના નાગરિકોની ગેસ ગેસપાઇપલાનથી ગેસ મેળવવાની અપેક્ષા વધુ પ્રબળ બની જે સાકાર થવા તરફ શહેરના નાની ગલી ખાચામાં ખોદાણ કામગીરી થઇ રહી હોય પરંતું યોગ્ય રીતે પુરાણ કામ થતું ન હોય લોકોમાં ભારે રોષ ઉભો થવા પામેલ છે.

મહુવા શહેરના વિવિધ વિસ્તારમાં ગેસ લાઇન પાથરવાની કામગીરી પણ શરૂ થઇ છે પરંતું ખોદાણ કામ બાદ પુરાણ કામ અને ફરી બ્લોક લગાડવાનું કામ શરૂ ન થતા ચોમાસાની સિઝનમાં નાના રોડ અને ગલી-ખાચાના રોડ વધુ નાના થતા વૃધ્ધો અને વાહન ચાલકો ભારે હેરાનગતી ભોગવી રહ્યાં છે.

ગુજરાત ગેસ એજન્સી મહુવાના લોકોને ઘરે-ઘરે ગેસ લાઇનનું કનેકશન વહેલી તકે મળે તેવા પગલા કંપની ભરે તે આવકાર્ય છે પરંતું તુટેલા રોડની સમારકામની જવાબદારી કંપની હોય કે નગરપાલીકાની તે પણ પુરી જવાબદારી સાથે નિભાવવામાં આવે તેવી માંગ ચોમાસાની સીઝનના કારણે ઉભી થવા પામી છે.

તેમજ ગેસ કંપનીએ મહુવા માંથી લાખો રૂપીયાનું ઉઘરાણું કરી બે માસમાં કનેકશન આપવાના વાયદા કર્યા તે પણ ઠગારા નિવડ્યા હોય છ-છ માસ થવા છતાં સોસાયટી વિસ્તારમાં જેમણે કનેકશન માટે રૂપીયા ભરેલ છે તે વિસ્તારમાં હજુ કામ જ શરૂ ન થતા ગેસ કંપની સામે રોષ ઉભો થવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...