આજે ચૂંટણીની ટિકિટો જાહેર થઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નામ જાહેર થયા છે. તેમાંથી મહુવાના વર્તમાન મંત્રી આરસી મકવાણાનું નામ છેલ્લે સુધી હતું. પરંતુ આજે સવારે 10-11 વાગ્યા સમયે નામ જાહેર થતાં તેમાં આરતી મકવાણાનું નામ અને એમની ટિકિટ કપાતા મહુવા શહેરમાં ભાજપના કાર્યકરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને મહુવાના ઉમેદવાર તરીકે શીવાભાઈ ગોહિલનું નામ જાહેર થતાં ભાજપ કાર્યકરો વધારે રોષે ભરાયા હતા.
તમામ મોરચાની ટીમો સ્વૈચ્છિક મારી સાથે રાજીનામું આપે છે
વધુમાં મહુવા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મોહનભાઈ મકવાણાએ જણાવ્યું કે, આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી સંભવિત ઉમેદવારોની યાદીમાં અમારા મહુવાના ધારાસભ્ય ગુજરાત સરકારના મંત્રી એવા આર.સી. મકવાણાનું નામ ન આવતા તેમજ અન્ય કાર્યકર્તા તેમજ જે કાર્યકર્તા સક્રિય નથી તેવા કાર્યકર્તાના નામ જાહેર થતાં અમારી ભારતીય જનતા પાર્ટી ગ્રામ્યની ટીમ, તાલુકા પંચાયતના સદસ્યો, પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ અમારા તાલુકાની તમામ મોરચાની ટીમો સ્વૈચ્છિક મારી સાથે રાજીનામું આપે છે. મારી ટીમની અંદર જિલ્લા પંચાયતના 7 સભ્યો જેમાંથી 4 સભ્ચો મહુવા વિધાનસભામાં આવે છે. જે ચારેય સભ્યો રાજીનામું આપે છે. તાલુકા પંચાયતના 22 સભ્યો છે. તેમાથી ચૂંટાયેલા 18 સભ્યો છે. એ 18 સભ્યો રાજીનામું આપે છે. તેમજ ગીતાબેન મકવાણા મહુવા નગરપાલિકા પ્રમુખે પણ કહ્યું કે, આર.સી. મકવાણાને ટિકિટ નહીં મળે તો, અમે 24 જણા રાજીનામું આપીશું.
જિલ્લામાં સંગઠનની જવાબદારી વર્ષો સુધી ખુબ સારી રીતે સંભાળી
મહુવા શેહર પ્રમુખ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, મારી જવાબદારી મહુવા શહેર પ્રમુખની છે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા રાજ્ય કક્ષાના મંત્રી આર.સી. મકવાણા ધારાસભ્ય અને મંત્રી તરીકેની ખુબ જ સારી કામગીરી હતી. મહુવા તાલુકા, શહેર અને જિલ્લામાં સંગઠનની જવાબદારી વર્ષો સુધી ખુબ સારી રીતે સંભાળી એમની આજે ટિકિટ કપાતા કાર્યકર્તામાં સ્વભાવિક રોષ છે. એ રોષ વ્યક્ત કરતાં આજે મહુવા શહેર સંગઠનની તમામ ટીમો રાજીનામું પોતાના આપે છે.
રાજીનામા દેવા માટે ભાજપના કાર્યકર્તાઓમાં ઉગ્ર રોષ
શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ મહિલા મોરચાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ મહુવા તાલુકા પંચાયત કચેરી પાછળ ભેગા થયા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ એકઠા થઈ અને તમામ પ્રકારના હોદ્દા ઉપરથી રાજીનામાં આપવાનું નક્કી કર્યું હતું. હાલ તુરંત રાજીનામા દેવા માટે ભાજપના કાર્યકર્તાઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. આ રોષને લઈને ઘણા કાર્યકર્તાઓ હોદ્દા તેમજ પાર્ટીમાંથી રાજીનામા ધરી દે તેવું લાગી રહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.